રાજકોટના ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મ્યુ. કોર્પેા. સહિતના જવાબદાર અધિકારીઓ સહિત ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થયા બાદ સેશન્સ કમિટ થયેલા આ કેસમાં પ્રથમ સુનાવણી ૩ સપ્ટેમ્બરથી શ કરીને આજ સુધીની ૪થી સુનાવણીમાં પણ કુલ ૧૫ પૈકીના ૯ આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવાથી કેસ વિલંબમાં નાખવામાં આવતો હોવા બાબતે આજે અદાલતે સખત વલણ અખત્યાર કરી સાતમી નવેમ્બરની સુનાવણી રાખીને હવે આરોપીઓ વકીલ નહીં રાખે તો અદાલત દ્રારા લીગલ એઇડમાંથી વકીલ ફાળવી કેસ ચાલુ કરી દેવાનું આખરીનામું આપી દેવાયું હતું ચકચારી ગેમ ઝોન અિકાંડનું ૧૫ આરોપીઓ સામેનું ચાર્જશીટ રજૂ થયા બાદ કે સેશન્સ કમિટ થયા બાદ તા. ત્રીજી સપ્ટેમ્બરની પ્રથમ મુદતમાં ૧૫ માંથી નવ આરોપીઓએ વકીલ રોકયા ન હોવાથી મુદત માગી હતી, તે અનુસંધાને અદાલત દ્રારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તા.૧૦ મી સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ફરી આરોપીઓએ વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી, તા.૨૪ સપ્ટેમ્બરના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી હતી. સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલવાની તમામ આરોપીઓને પોલીસ જાપતા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ગેમઝોન સંચાલક ધવલ ઠક્કરના વકીલ હાજર રહ્યા હતા. યારે અન્ય ૯ આરોપીએ હજુ પોતાના બચાવ પક્ષે વકીલ નહીં રોકતા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આગામી તા.૮ ઓકટોબર સુધીમાં તમે વકીલ નહીં રોકો તો લીગલ એઇડમાંથી વકીલ ફાળવી દેવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા આજે તા.૨૩ ઓકટોબરની મુદત પડી હતી. તેમાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા એક આરોપીએ લીગલમાંથી એડવોકેટ મેળવવા માંગણી કરી હતી. યારે બાકીના આઠ આરોપીએ વકીલ રોકવાની પ્રોસેસ ચાલુ હોવાનું કહી મુદત માંગી હતી. આથી કોર્ટે સખત વલણ અપનાવી વકીલ નહિ રોકનાર આરોપીઓને તમે લોકો વકીલ નહિ રોકી મુદત માંગી તમે તમારો કેસ જાતે ડીલે કરી રહ્યા છો અને આગામી ૭ મી નવેમ્બર સુધીમાં વકીલ રોકવા અને વકીલ નહિ રોકો તો લીગલમાંથી વકીલ ફાળવી કેસની ટ્રાયલ ચલાવવાની સૂચના આપી છે.આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગીપરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટિ્રકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
અગ્નિકાંડ મામલે સુઓ મોટોમાં મ્યુનિ. કમિશનર દ્રારા ૨૦૦૦ પાનાનું સોગંદનામું રજૂ કરાતા હાઇકોર્ટ નારાજ
ચકચાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના દેશભરમાં પડઘા પડા હતા. જે ગોઝારી ઘટનાને પગલે હાઇકોર્ટ દ્રારા સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી, સુઓ મોટોની કાર્યવાહીમાં હાઇકોર્ટ દ્રારા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આનદં પટેલને જવાબદાર ગણવામાં આવ્યા હતા. ત્યારે બંને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વતી હાલના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્રારા હાઇકોર્ટમાં ૨૦૦૦ પાનાનું એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હાઇકોર્ટના આકરા વલણથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્રારા કરવામાં આવેલું એફિડેવિટ પરત ખેંચવું પડું હતું. અને આગામી ૨૫મી સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર અમિત અરોરા અને આનદં પટેલને હાઇકોર્ટમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ કરાયો છે
અગ્નિકાંડના આરોપી ફાયર ઓફિસર, જમીન માલિકો દ્રારા હાઇકોર્ટમાં જામીન અરજી
રાજકોટ: દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અિકાંડમાં સંડોવાયેલા ૧૫ આરોપી પૈકી જમીન માલિકો અશોકસિંહ જાડેજા, કીરીટસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરે કરેલી જામીન અરજી રાજકોટ સેશન્સ અદાલતે નામંજૂર કર્યા બાદ ત્રણેય આરોપીએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીમાં જમીન માલિક અશોકસિંહ અને ઈલેશ ખેરની જામીન અરજીની સુનાવણી આવતી કાલ તા.૨૪ અને કિરીટસિંહની જામીન અરજીની ૨૫મી ઓકટોબરે હાઇકોર્ટમાં સુનાવણી રાખવામાં આવી છે. આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ ૨૮ ૫ ૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઇ થઈ ગયા હતા. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ રાય સરકાર દ્રારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી ન હોવા છતાં તત્રં દ્રારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. તેથી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા કેસ સેશન્સ કમિટ થયો હતો. જે અિકાંડ કેસમાં જેલ હવાલે રહેલા જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર દ્રારા અગાઉ સેશન્સ કોર્ટમાં કરવામાં આવેલ જામીન અરજી નામંજૂર થતા ત્રણેય આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. જેમાં હાઇકોર્ટ દ્રારા જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજીની સુનાવણી આવતીકાલે તા. ૨૪ અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી ૨૫ મી ઓકટોબરના રોજ રાખવામાં આવી છે. બંને આરોપીએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી ઉપર સૌની મીટ મંડાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMIPL મેગા ઓકશન Live: કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો
November 24, 2024 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech