બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું યલો એલર્ટ

  • August 14, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં દરિયાની સપાટીથી ૩.૧ કીલોમીટરની ઐંચાઈ પર સાયકલોનીક સરકર્યુલેશન છવાયું છે અને તેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા ભચ સુરત નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં આગામી ૨૪ કલાકમાં મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન ખાતા દ્રારા આપવામાં આવ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.
૨૪ કલાક દરમિયાન સમગ્ર રાયમાં ૯૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. પરંતુ એકમાત્ર બનાસકાંઠાના અમીરગઢમાં દોઢ ઈચ પાણી પડું છે. તે સિવાય કયાંય પણ પૂરો એક ઈંચ પણ વરસાદ થયો નથી. સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ જિલ્લામાં રાજકોટ શહેર ધોરાજી પડધરી ઉપલેટા જેતપુર જામકંડોરણા અને કોટડા સાંગાણી તાલુકામાં સામાન્ય ઝાપટા પડા છે.
ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા અને સુત્રાપાડામાં વરસાદ થયો છે. તાલાળામાં આજે સવારથી ફરી વાતાવરણ ગોરભાયુ છે અને અડધો ઈંચ વરસાદ પડી ગયો છે.
અમરેલી શહેરમાં સામાન્ય ઝાપટું પડું છે તેવી જ રીતે પોરબંદરમાં પણ ઝાપટું પડું છે. પોરબંદર જિલ્લાના કુતિયાણામાં સવારે છૂટો છવાયો વરસાદ પડો હતો. કચ્છ જિલ્લામાં ભુજ નખત્રાણા માંડવી સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ધાંગધ્રા જામનગર જિલ્લામાં લાલપુર જુનાગઢ જિલ્લામાં વંથલી મેંદરડા, જુનાગઢ અને વિસાવદર દ્રારકા જિલ્લામાં ભાણવડ મોરબી જિલ્લામાં માળિયા મીયાણામાં વરસાદ થયો છે. આજે સવારે ૬ થી ૮:૦૦ વાગ્યા ના પ્રથમ બે કલાકમાં ૧૨ તાલુકામાં વરસાદ થયો છે


૮ ડેમમાં નવા નીરની આવક
રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨ જળાશયોમાંથી ભાદર–૧ સહિત આઠ જળાશયોમાં પખવાડિયા બાદ નવા નીરની આવક નોંધાઇ છે, યારે રાજકોટના આજી–૧માં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવતા સપાટીમાં ૦.૨૫ ફટનો વધારો થયો છે. વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના લડ સેલના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લાના જળાશયોમાં ભાદર–૧માં ૦.૧૦ ફટની નવી આવક થતા સપાટી ૨૧.૭૦ ફટે પહોંચી છે. તદઉપરાંત આજી–૩માં ૦.૦૭ ફટ, સુરવોમાં ૦.૧૬ ફટ, વેરીમાં અડધો ફટ, ખોડાપીપરમાં પોણો ફટ તેમજ મોરબી જિલ્લામાં મચ્છુ–૧માં ૦.૬૬ ફટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફલકું ડેમમાં એક ફૂટ નવું પાણી આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application