ભારત અને ચીનના સંબંધોમાં કડવાશ એટલી છે કે પીએમ પદના શપથ લીધા બાદ પણ શી જિનપિંગે નરેન્દ્ર મોદીને અભિનંદન પણ આપ્યા નથી. જ્યારે દરેક જગ્યાએ તેની ટીકા થવા લાગી ત્યારે ચીન તરફથી મૌન તોડવામાં આવ્યું. આ બાબતની દુનિયાભરના મીડિયામાં ચર્ચા થઇ રહી છે. જ્યારે પીએમ મોદીએ 9 જૂને શપથ લીધા ત્યારે તમામ દેશોના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે જ્યારે ટીકા થઈ ત્યારે ચીને કહ્યું જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ છે અને નરેન્દ્ર મોદીએ પીએમ તરીકે શપથ લીધા છે. આવી સ્થિતિમાં તેમના ચીની સમકક્ષ લી કિઆંગે મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ચીનના આ ખુલાસા બાદ જિનપિંગ સોશિયલ મીડિયા પર વધુ ઘેરાયા હતા. લોકોએ આવા ઘણા સ્ક્રીનશોટ વાયરલ કર્યા હતા. જેમાં જિનપિંગે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને શપથ લેવા પર અભિનંદન આપ્યા હતા.
યુઝર્સે પૂછ્યું, શું આ નિયમ માત્ર ભારત માટે છે?
ઘણા યુઝર્સે સવાલો પણ ઉઠાવ્યા હતા. એક યુઝરે પૂછ્યું કે શું પીએમને અભિનંદન નહિ આપવાનો નિયમ માત્ર ભારત માટે છે? કેમકે થોડા મહિના પહેલા સુધી જિનપિંગ અન્ય પડોશી દેશોના વડાપ્રધાનોને અભિનંદન આપતા હતા. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું છે કે ચીન અને ભારત મહત્વના પાડોશી દેશ છે. ભારત અને ચીન વચ્ચેના મજબૂત સંબંધો માત્ર બંને દેશો વચ્ચે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર માટે શાંતિ અને વિકાસ માટે જરૂરી છે. ચીન તેના પડોશીઓ સાથે સારા સંબંધો ઈચ્છે છે. ચીન દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ભારત સાથે કામ કરવા ઈચ્છે છે.
ચીનના વડાપ્રધાન લી કિઆંગે મંગળવારે ત્રીજી વખત પીએમ બન્યા બાદ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. લીએ કહ્યું કે બેઇજિંગ દ્વિપક્ષીય સંબંધોને યોગ્ય દિશામાં લઇ જવા માટે ભારત સાથે કામ કરવા તૈયાર છે. ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સ્થિરતા બંને દેશોની સુખાકારી માટે જરૂરી છે. ત્યારબાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને લઈને પ્રશ્નો ઉભા થવા લાગ્યા અને લોકો સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech