આર્જેન્ટિનાની બાયોટેક ફર્મ ખારિયનના વૈજ્ઞાનિકોએ ક્રિસ્પર્સ–સીએએસ૯ નામની તકનીકનો ઉપયોગ કરીને વિશ્વનો પ્રથમ સુપર ઘોડા તૈયાર કર્યેા છે. આ ઘોડાનો જન્મ ગત ઓકટોબર અને નવેમ્બર મહિનામાં થયો હતો. ખેરિયનના સહ–સ્થાપક અને વૈજ્ઞાનિક નિર્દેશક ગેબ્રિયલ વિચેરાએ જણાવ્યું હતું કે, અમે આ ઘોડાના જન્મ પહેલાં તેમના જીનોમની ડિઝાઇન કરી હતી.
ઘોડી પોલો પુરેઝા, જેનો સ્પેનિશમાં અર્થ શુદ્ધતા થાય છે. તેને આર્જેન્ટિના એસોસિએશન ઓફ પોલો હોર્સ બ્રીડર્સ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ પાંચ ઘોડાઓના આનુવંશિક આધાર તરીકે પોલો પુરેઝાના જનીનો લીધા હતા. જનીનોમાં ફેરફાર કર્યેા હતો. જેથી ચેમ્પિયન ઘોડાના અન્ય ગુણો જાળવી શકાય છે.
વિચેરાએ કહ્યું કે, કેટલાક સ્નાયુ તંતુઓ છે જે ઘોડા વધુ મજબૂત બનાવે છે. અમારો ધ્યેય એક જ પેઢીમાં આ જનીનોને ચોક્કસ રીતે સમાવિષ્ટ્ર કરવાનો હતો. આનો અર્થ એ છે કે ઘોડાઓ આનુવંશિક ડોપિંગ અથવા આનુવંશિક રીતે સુધારેલા જીવોની શ્રેણીમાં આવતા નથી. આપણે તેને કઈં કૃત્રિમ બનાવતા નથી, પરંતુ કુદરતી ક્રમ અપનાવી રહ્યા છીએ. અમે તેને બીજા કુદરતી ઘોડાનો પરિચય કરાવી રહ્યા છીએ, જે કુદરતની પ્રક્રિયા છે, પરંતુ અમે તે ઝડપી અને વધુ લયાંકિત રીતે કરીએ છીએ. આ ટેકનિક વૈજ્ઞાનિકોને કોઈપણ ઘોડાના જીનોમને સમાયોજિત કરવા સક્ષમ બનાવે છે. ખેરિયન ડુક્કરમાં ફેરફાર કરવા પર પણ કામ કરી રહ્યું છે. જેથી તેમના અંગો માનવ પ્રત્યારોપણ માટે સુસંગત બની શકે. ગાયોને વધુ પ્રોટીન અથવા ટૂંકા વાળ ઉગાડવા જેથી તેઓ ગરમીને વધુ સારી રીતે સહન કરી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ જજ કોલોની પાછળ નદીમાં લુહાર આધેડનો મૃતદેહ મળ્યો
April 05, 2025 11:37 AMવીજ દર અને ચાર્જ યથાવત રાખતું વીજ નિયમન પંચ: સ્માર્ટ મીટર લગાવે તેને બે ટકા રિબેટ મળશે
April 05, 2025 11:35 AMમાત્ર 25 સેકંડ અને હુથીઓ હતા ન હતા થઈ ગયા અમેરિકાનો હુથી વિદ્રોહીઓ પર વિનાશક હુમલો
April 05, 2025 11:32 AMસુવરડામાં ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદને ગ્રામલોકોએ આપી શ્રઘ્ધાંજલી
April 05, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech