પોરબંદરમાં જિલ્લા પોલીસ દ્વારા વિશ્ર્વ સંભારણા દિવસ નિમિત્તે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સહિત ટ્રાફિક નિયમનું પાલન કરવા અને કરાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા.
પોરબંદર જિલ્લા પોલીસની ટ્રાફિક શાખાની કચેરી ખાતે તમામ પોલીસસ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડના સ્ટાફે વિશ્ર્વ સંભારણા દિવસની ઉજવણી નિમિત્તે મૌન રાખીને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અને સીટબેલ્ટ પહેરવા તથા સેલફોનનો ઉપયોગ નહી કરવા તેમજ મોટર વ્હીકલ એક્ટ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને કરાવવા લોકોને સમજાવવા અને ગુડસમ રીટન બની માર્ગ અકસ્માતનો ભોગ બનનારને મદદ કરશે તેવી સમજ આપવામાં આવી હતી.
ઉપસ્થિતોએ પ્રતિજ્ઞા પત્ર દ્વારા એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, ‘હું પ્રતિજ્ઞા લઉં છું કે, કોઇપણ માર્ગ અકસ્માત સમયે અથવા અકસ્માત બાદ હું તુરંત જ મદદ કરીશ અને સૌ પ્રથમ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી મદદ માટે બોલાવીશ અથવા ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મદદપ થઇશ, હું ગુડ સમરીટન બની માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને મદદ કરીશ તેમજ માનવીની મહામુલી જિંદગી બચાવીશ.
હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ તેમજ મોટરકાર ચલાવતી વખતે સીટબેલ્ટ પહેરીશ, વાહન ચલાવતી વખતે મોબાઇલફોનનો ઉપયોગ નહીં કરુ. હું પ્રતિજ્ઞા લઉં છું કે હીટ એન્ડ રન માર્ગ અકસ્માતના ભોગ બનનારને વળતર આપવા માટેની હીટ એન્ડ રન સ્કીમ-૨૦૨૨ વિશે ઓછામાં ઓછા ૧૦ વ્યક્તિઓને જાણકારી આપીશ અને આવા અકસ્માતના ભોગ બનનારને આ સ્કીમનો લાભ મળે તે સુનિશ્ર્ચિત કરીશ. તથા વાહન ચલાવણી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ. તે પ્રકારની પ્રતિજ્ઞા લેવાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુનાશોભાવડ ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
November 18, 2024 04:00 PMધોરણ ૯ પાસ દડવા ગામનો ધાર્મિક પંડ્યા તબીબ બની દવાખાનું ચલાવતો ઝડપાયો
November 18, 2024 03:59 PMજવેલ્સ સર્કલ વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી
November 18, 2024 03:58 PMભાવનગરનો યુવાન ૫૦ લાખની નકલી ચલણી નોટો સાથે ઝડપાયો
November 18, 2024 03:58 PMસગીરાના ખોટા જન્મના દાખલા બનાવનાર ધારાશાસ્ત્રીનો અભ્યાસ કરતો શખ્સ ઝડપાયો
November 18, 2024 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech