દેવભૂમિ દ્વારકામાં વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણી: આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

  • June 04, 2025 03:51 PM 

આરોગ્ય શાખા દ્વારા COTPA-2003 અમલીકરણ અન્વયે રેડ યોજી ૧૧ કેસો કરીને દંડ વસુલાત કરાઈ 

તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાંબા ગાળે જીવલેણ સાબિત થાય છે. તમાકુથી થતી બીમારીઓ અને નુકસાનો વિશે જાગૃતિ ફેલાવવા તેમજ તમાકુ અને ગુટખા, સિગારેટ જેવી તમાકુની પ્રોડક્ટનું સેવન ન કરવા લોકોને પ્રેરવા માટે દર વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

​​​​​​​વર્ષની ૨૦૨૫ની થીમ "Unmasking the Appeal: Exposing Industry Tactics on Tobacco and Nicotine Products" (અપીલનો પર્દાફાશ: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ) છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૩૧મી મે ૨૦૨૫ ના રોજ વિવિધ આરોગ્ય સેવા કેન્દ્રો પર તમાકુ મુક્ત સ્ક્રીનીંગ કેમ્પ, જાગૃતિ શિબિર, તમાકુ મુક્ત સંકલ્પ કાર્યક્રમ, જૂથ ચર્ચા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. 


લોકોને  તમાકુના વ્યસનથી થતા ભયાનક રોગો વિશે સમજણ આપવામાં આવેલ અને તમાકુના આ દુષણથી દુર રહેવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં ‘અપીલનો પર્દાફાશ: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓ- પ્રયુક્તિઓનો પર્દાફાશ’ વિષય પર જાગૃતિ ફેલાવવામાં આવી હતી. 


તમાકુ વિક્રેતાઓ કાયદાથી માહિતગાર થાય તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ (COTPA-2003)ની અમલવારી અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા રેડ યોજવામાં આવી હતી. રેડ દરમ્યાન તમાકુ વિક્રેતાઓ જાણતા હોવા છતા “૧૮ વર્ષ થી નાની વયની વ્યક્તિને તમાકુ વેચાણ એ દંડનીય ગુનો છે.”


તે અંગેનું બોર્ડ દુકાનો પર જોવા ન મળતાં આ બાબતે ૭ કેસ કરવામાં આવેલ.  “શૈક્ષણિક સંસ્થાઓની નિશ્ચિત ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની અન્ય પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ" ના ભંગ અન્વયે ૨ કેસ કરવામાં આવેલ તથા “જાહેરમાં ધ્રુમપાન કરવા પર પ્રતિબંધ" નો ઉલ્લંઘન કરનાર સામે ૨ કેસ કરવામાં આવેલ. કુલ ૧૧ કેસ કરી તેમની સામે તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અંતર્ગત દંડ વસુલ કરવામાં આવેલ, તેમ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application