દ્વારકામાં શેર ટ્રેડીંગમાં ડબલની લાલચ આપી ઠગાઇ કરનાર પકડાયો

  • June 06, 2025 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેટવર્કના મુળ સુધી પહોચી કરાયો પર્દાફાશ : સાયબર ક્રાઇમ દ્વારા પકડીને કરાતી તપાસ

સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર શેર ટ્રેડીંગ કરી એકના બેની લાલચ આપી રાુ. ૧.૧૦ લાખ પડાવી લેનાર ઠગની દ્વારકા સાયબર ક્રાઇમે અટકાયત કરી છે.

આજના આધુનીક યુગમાં સંચાર માઘ્યમો-ઇન્ટરનેટનો વ્યાપ બહુ જ મોટા પ્રમાણમાં વઘ્યો છે જેના કારણે તમામ વર્ગના લોકો સંચાર માઘ્યમ મોબાઇલ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વિગેરેનો ઉપયોગ કરતા થયા છે જેનો લાભ  લઇ કેટલા તકસાબુ લોકો સાયબર ક્રાઇમની માયાઝાળમાં ફસાવી છેતરપીંડી વિશ્ર્વાસઘાતના ગુનાઓ આચરતા હોય છે. દેવભુમી દ્વારકા જીલ્લામાં ટેલીગ્રામ દ્વારા શેર ટ્રેડીંગ કરી અકેના બે કરવાની લાલચ આપી આરોપીઓ/ફરીયાદી/ભોગ બનનારને વિશ્ર્વાસમાં લઇ ઓનલાઇન છેતરપીંડી કરતા હોવાનું ઘ્યાને આવતા જે બાબતને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ ખખુબજ ગંભીરતાથી સાયબર ક્રાઇમ પોલીસને આવા ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવાની દીશામા ચોકકસ વ્યુહરચના બનાવી, નાયબ પળો,લીસ અધિક્ષ, ઇન્ચાર્જ ખંભાળીયા વિભાગ વી.પી. માનસેતાના માર્ગદર્શન હેટળ કામગીરી કરવા યોગ્ય માર્ગદર્શન સુચના આપેલ હતી.

એક ફરીયાદી/ભોગ બનનારની ફરીયાદ આધારે ટેલીગ્રામ ઉપરથી ફરીયાદી/ભોગ બનનારનો સંપર્ક કરી વોટસએપ દ્વારા પોતાના કયુઆર તથા યુપીઆઇ મોકલી શેર માર્કેટમાં રોકાણ કરી બમણો નફો કરાવવાની લાલચ આપી રાુ. ૧.૧૦ લાખની ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ છે, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ - ૩૧૮ (૨), ૩૧૮ (૩), ૩૧૯ (૨) તથા આઇટી એકટ કલમ - ૬૬ (સી), ૬૬ (ડી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશના પીઆઇ વી.કે. કોઠીયા દ્વારા સદર ગુનાના મુળ સુધી પહોચી ગુનાના આખા નેટવર્કનો પર્દાફાશ કરી મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા ટીમને તુરંત રવાના કરી ટેકનીકલ એનાલીસીસ અને હયુમન સોર્સ આધારે વર્કઆઉટ કરી ઉનીયારા, રાજસ્થાનથી છેતરપીંડી કરનાર મુખ્ય આરોપી રામરેશ મદનના મીના (ઉ.વ.૨૦, રહે. ૨૭, વોર્ડ નં. ૯, મીના મહોલ્લા નાહરા ગામ) ની ધરપકડ કરવામાં આવેલ છે. રામરેશ મીનાએ પોલીટેક સાયન્સનો અભ્યાસ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામરેશ મીના છેલ્લા બે વર્ષથી શેર ટ્રેડીંગને લગતી ચેનલ બનાવી તેમાં સભ્ય બનનારની સાથે વોટસએપ પર વાત કરી વિશ્ર્વાસમાં લઇ બમણા લાભની લાલચ દઇ ઓનલાઇન પેમેન્ટ મેળવીને રકમ પરત નહી કરી ચિટીંગ કરતો હતો.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application