રાજકોટ રેન્જના આઈજીપી અને રેન્જના પાંચ એસ.પી.ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ: પોલીસ હેડ ક્વાર્ટર પરિસરમાં નિષ્ણાત ખેડૂતના માર્ગદર્શન હેઠળ ૮૮ કેરી-૧૦૦ નારીયેળી અને ફ્રુટ સહિત ૧૮૮ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને રાજકોટ રેન્જના આઈજીપી તેમજ રાજકોટ રેન્જના અલગ અલગ પાંચ જિલ્લાના એસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાંત ખેડૂત ની સહાયથી ૮૮ કેરી ૫૫ નાળિયેરી અને ૪૫ અલગ અલગ ફ્રુટ ના રોપા નું સમગ્ર ગુજરાતભર માંથી એકત્ર કરીને તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જામનગરના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર વૃક્ષો નો જતન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ નું ગઈકાલે જામનગરમાં આગમન થયું હતું, ત્યારે તેઓને જામનગર ના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આવકારવામાં આવ્યા હતા. ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાના કારણે પોલીસ હેડ ક્વાર્ટર માં વૃક્ષારોપણ નો એક કાર્યક્રમ આઈજીપી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.
જેમાં આઇજીપી અશોકકુમાર યાદવ ની સાથે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી નીતિશકુમાર પાંડે, રાજકોટના એસ પી અને હાલમાં જ પ્રમોશન મેળવેલા જયદીપસિંહ રાઠોડ, સુરેન્દ્રનગર ના એસ.પી. ડો. ગિરીશ પંડ્યા, તેમજ મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જે તમામ અધિકારીઓના હસ્તે જામનગરમાં જ વસવાટ કરતા અને મૂળ કોડીનાર પંથક ના તજજ્ઞ ખેડૂત જયસિંહ મોરી કે જેઓ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આયાત કરેલા ૮૮ જેટલા કેરી ના છોડવા, ઉપરાંત ૫૫ નાળિયેરીના રોપા તેમજ જાંબુ -ચીકુ-સીતાફળ-જામફળ સહિતના અલગ અલગ ૪૮ જેટલા ફ્રુટ વગેરે મળી ૧૮૮ રોપા ને આયાત કર્યા પછી તેનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને વિશ્વ પર્યાવરણ દિવસની પોલીસી વિભાગ દ્વારા વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના પોલીસ વિભાગ દ્વારા તેનું જતન કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech