ફટાકડા ફોડી, મોં કરાવ્યા
દિલ્હી વિધાનસભાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચુંટણીમાં વર્ષોથી સત્તા પર રહેલી '' પાર્ટીને મ્હાત આપી, અને નોંધપાત્ર 48 સીટો મેળવીને ભાજપએ ભવ્ય જીત હાંસલ કરી છે. ભાજપના આ વિજયને ખંભાળિયા સહિત જિલ્લાના કાર્યકરોએ હોંશભેર વધાવ્યો હતો. જેમાં ખંભાળિયાના જોધપુર ગેઈટ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો એકત્ર થયા હતા.
અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા દિલ્હીમાં ભાજપના આ ભવ્ય વિજયને આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે અહીંના શહેર ભાજપ પ્રમુખ મિલન કિરતસાતા, તત્કાલીન પ્રમુખ અનિલભાઈ તન્ના, મોહિત મોટાણી, એભાભાઈ કરમુર, ઈન્દ્રજીતસિંહ પરમાર, પ્રતાપભાઈ દતાણી, હસમુખભાઈ ધોળકિયા, પિયુષ કણજારીયા, કિશોરભાઈ નકુમ, બલુભાઈ ગઢવી, સહિતના કાર્યકરોએ વિજયનાદ સાથે ફટાકડાની આતશબાજી કરી, સૌના મોં મીઠા કરાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech