સિહોર થી અમદાવાદ હાઈ-વેને જોડતાં સેતુ સમાન સિહોર-ઘાંઘળી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ શરૂ થતાં એક માસ માટે આ રસ્તો વાહનો માટે બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અંદાજે ૩૫ વર્ષથી આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત થઈ હતી, આખરે સરકારે માંગણી સ્વીકારતાં આ સ્થળે રૂા.ર૬ કરોડના ઓવરબ્રિજ બનશે.
આ અંગે ભાવનગર અધિક જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું. સિહોરથી ઘાંઘળી જવાના માર્ગ પર આવેલાં રેલવે લાઈનના ફાટક નં.૨૦૫/બી પર ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે આજથી આગામી તા.૧ મે,૨૦૨૫ સુધી સિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી સિહોર શહેર તરફ આવતા-જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ શરૂ કરાયો છે. જેમાં સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોએ અવરજવર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે, તો આ જ રૂટ પર ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પરત ફરી શકશે. એ જ રીતે મોટા વાહનોએ અવર-જવર માટે સિહોરથી વાયા સિહોર જીઆઈડીસી થઈ ઘાંઘળી વલ્લભીપુર તરફ જવા માટે ભાવનગર-રાજકોટ હાઇવે પર સિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા(ખોડીયાર)થી નવાગામ (ચીલોડા) થી રંગોલી ચોકડી થઇ ભાવનગર-વલ્લભીપુર હાઇવે ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.એ જ રૂટ પર મોટા વાહનો વલ્લભીપુરથી પરત આવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech