રાજકોટ શહેરમાં રેશનીંગ કાર્ડ ઈ–કેવાયસીની કામગીરી રેશનકાર્ડ ધારકોને પગે પાણી ઉતારવા સાથે તોબા તોબા કરાવી રહી છે. આજે જુની કલેકટર કચેરી પુરવઠા ઝોનલ કચેરીએ મહિલાઓએ કંટાળીને હલ્લ ાબોલ કર્યેા હતો. ઈ–કેવાયસી માટે ૬૦૦–૬૦૦ રૂપિયા પડાવાતા હોવાના આક્ષેપો કર્યા હતા. પોલીસ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા.
જુની કલેકટર કચેરી ખાતેની પુરવઠા ઝોનલ ઓફીસમાં ઈ–કેવાયસીની કામગીરીમાં કોઈને કોઈ ગ્રહણ લાગતું હોય અથવા તો ગોકળ ગતીએ કામ ચાલતું હોય લાઈનો લાગતી હોય આવું રોજીંદુ બની ગયું છે પરંતુ લાઈનમાં ઉભા રહેવા છતા વારો ન આવે અને ધકકા ખાવા પડે તેવી સ્થિતિ હવે રેશન કાર્ડ ધારકો કંટાળ્યા છે. કયારેક સર્વર ડાઉન હોય અથવા સમય પુરો થઈ ગયો તેવી વાત કરી દેવાઈ છે. ઈ–કેવાયસીની કામગીરી સવારે ૧૧ થી ૨ સુધી થાય છે પરંતુ આ સમય પુર્વે જ વિન્ડો બધં કરી દેવાતી હોવાની ફરિયાદો અગાઉ પણ ઉઠી હતી.
આજે વહેલી સવારથી જ ઈ–કેવાયસી માટે મહિલાઓ, પુરૂષોની લાઈનો લાગી હતી. એ દરમ્યાન અચાનક સમય પહેલા જ ૧૨ વાગ્યે વિન્ડો બધં કરી દેવાતા દેકારો બોલી ગયો હતો. લાઈનમાં ઉભેલી મહિલાઓએ આક્ષેપો કર્યા હતા કે, બારી સમય કરતા વહેેલી બધં કરી દેવાય છે અને ૬૦૦–૬૦૦ રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે છે. લાઈનમાં ઉભેલા મહિલા, પુરૂષોએ દેકારો મચાવી દીધો હતો. પોલીસ દોડી આવી હતી અને પુરવઠા કચેરીના દરવાજે ગોઠવાઈ ગઈ હતી. ઉગ્ર થયેલા લોકોને સમજાવવા પ્રયાસ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech