રાજકોટ ગુજરાતના સૂકા વિસ્તારોમાં ફેલાયેલો ગાંડો બાવળ અત્યાર સુધી પર્યાવરણ માટે મોટો ખતરો માનવામાં આવતો હતો, પરંતુ હવે એ જ ગાંડો બાવળ દેશની ગ્રીન એનર્જી યોજનાઓમાં મહત્વનો હિસ્સો બની રહ્યો છે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ખાતે ગ્રીન મેથનોલ ઉત્પાદન માટેનો અનોખો પ્રોજેકટ શ થઈ રહ્યો છે, જેમાં ગાંડો બાવળ મુખ્ય કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાશે.
ભારતમાં મેથનોલની વાર્ષિક માંગ આશરે ૨.૮ મિલિયન ટન છે અને તે સતત વધી રહી છે. આ પ્રોજેકટથી કંડલા માત્ર ઉપભોકતા નહીં પરંતુ ગ્રીન મેથનોલના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી શકે છે. આ પ્લાન્ટ ૨૦૨૬ના અતં કે ૨૦૨૭ની શઆત સુધી કાર્યરત થવાની શકયતા છે.
૧૯૬૧માં રણ ઓફ કચ્છના વિસ્તરણને અટકાવવા માટે લાવવામાં આવેલો ગાંડો બાવળ હવે બન્ની ઘાસમાળમાં ખૂબ ફેલાઈ ગયો છે. ૧૯૯૭માં માત્ર ૬ ટકા વિસ્તાર ધરાવતો આ છોડ આજે અડધાથી વધુ વિસ્તાર પર કબજો કરી ચૂકયો છે, જેના કારણે સ્થાનિક છોડ અને પર્યાવરણને નુકસાન થયું છે.
આ પ્રોજેકટમાં ગાંડો બાવળ જેવી બાયોમાસને પહેલા સિંથેસિસ ગેસ (સિંગાસ)માં ફેરવવામાં આવશે, જેમાં હાઈડ્રોજન અને કાર્બન મોનોકસાઈડ હોય છે, અને ત્યારબાદ તેને મેથનોલમાં પરિવર્તિત કરવામાં આવશે. આ ટેકનોલોજી અંકુર સાયન્ટીફીક અને થર્મેકસ એનર્જી દ્રારા વિકસાવવામાં આવી છે.
આ પહેલ ભારતની ગ્રીન શિપિંગ યોજનાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. કંડલા ભવિષ્યમાં રોટરડમ અને સિંગાપુર વચ્ચેના ગ્રીન શિપિંગ કોરિડોરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વૈશ્વિક શિપિંગ ઉધોગ લગભગ ૩ ટકા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે જવાબદાર છે, અને મેથનોલ જેવા સ્વચ્છ ઈંધણથી તેમાં ૯૫ ટકા સુધી કાર્બન ઉત્સર્જન ઘટાડવાની ક્ષમતા છે.
ગ્રીન મેથનોલ માત્ર શિપિંગ સુધી મર્યાદિત નથી. તેમાંથી બનેલું ડાયમેથાઈલ ઇથર એલપીજી સાથે ૧૦–૨૦ ટકા સુધી મિશ્રણ કરી શકાય છે, જેનાથી ભારતની આયાત પરની નિર્ભરતા ઘટી શકે છે. આ રીતે ગાંડો બાવળ, જે એક વખત પર્યાવરણ માટે સમસ્યા હતો, હવે ઉર્જા સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ બંને માટે ઉકેલ બની રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application