રાજકોટ શહેર ભાજપના ૧૬મા પ્રમુખ તરીકે માધવ દવેના નામની ગત રાત્રે સત્તાવાર જાહેરાત કરાઇ હતી. દરમિયાન નવનિયુક્ત પ્રમુખ માધવ દવેએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર ભાજપના સંગઠનને વધુને વધુ બળવત્તર બનાવવા તેમનો પ્રયાસ રહેશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક એવા માધવ દવે તરૂણવયથી સંઘ સાથે જોડાયેલા છે તદઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ યુવા મોરચામાં વિવિધ જવાબદારીઓ સંભાળી ચુક્યા છે. મૂળ અમરેલી જિલ્લાના વતની અને વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા ૪૯ વર્ષીય માધવ દવેના નેતૃત્વમાં રાજકોટ મહાપાલિકાની આગામી ચુંટણી લડાશે. આગામી દિવસોમાં ટૂંક સમયમાં પ્રદેશના આદેશ અને નિર્દેશ મુજબ તેઓ શહેર સંગઠન માળખાની રચના કરશે.
સંગઠન સંરચના-૨૦૨૫ અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદ માટે કુલ ૩૩ દાવેદારોએ ફોર્મ ઉપાડ્યા હતા અને તેમાંથી ૨૯એ દાવેદારી નોંધાવી હતી. છેલ્લા બે મહિનાથી આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી જતા શહેર અને જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા વિલંબિત થઇ હતી. દરમિયાન અંતે ગઇકાલે રાત્રે નામ જાહેર કરાશે તેવી જાહેરાત કરાયા બાદ બપોરથી વ્હોટ્સ એપ સહિતના સોશ્યલ મીડિયામાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે માધવ દવે સહિતના નામો સાથેની ભાજપની યાદી
લિક થઇ વાયરલ થઇ હતી. આ વાયરલ થયેલી યાદી જ સાચી નીકળી હતી. અલબત્ત આ યાદી ખરેખર લિક થઇ હતી કે પછી જાણી જોઇને લિક કરાઇ હતી ? તે અંગે તર્ક -વિતર્કો અને મત મતાંતર પ્રવર્તી રહ્યા છે પરંતુ નિમણુંકો થયા બાદ આ યાદી સાચી જ હતી તેવું પુરવાર થયું છે.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગત રાત્રે આઠ કલાકે મળેલી પાર્ટી સંકલન મિટિંગમાં ક્લસ્ટર ઇન્ચાર્જ સાંસદ મયંક નાયક દ્વારા મહાનગર ચૂંટણી અધિકારી ડો.માયાબેન કોડનાણી સહિતની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદે માધવ દવેનું નામ જાહેર કરાયું હતું. રાજકોટમાં ભાજપના બે જૂથ વચ્ચે ચાલતા જુથવાદને ડામવા પક્ષએ કોઇ જૂથમાં નહીં પરંતુ પાર્ટીલાઇનમાં કામ કરનાર એવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવક એવા માધવ દવેની પસંદગી કરી હતી.
માધવ દવેનું નામ જાહેર થતા ની સાથે જ ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું નામ વધાવી લીધું હતું અને પુષ્પગુચ્છ તેમજ ફુલહાર કરીને શુભેચ્છા આપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન નવનિયુક્ત પ્રમુખ માધવ દવેને શુભેચ્છા આપવા માટે કમલમ ખાતે શુભેચ્છકો, કાર્યકરો અને આગેવાનો ઉમટી પડ્યા હતા. આ તકે આતશબાજી કરી કાર્યકરોએ સૌના મોં મીઠા કરાવ્યા હતા.
રૂપાણી જૂથના તમામની સૂચક ગેરહાજરી
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદે માધવ દવેનું નામ જાહેર કરાયું ત્યારે રૂપાણી જૂથના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ ગેરહાજર રહ્યા હતા. બપોર થી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી યાદી જ સાચી હોવાનું માલુમ પડતા રાત્રે જ્યારે સત્તાવાર રીતે નામ જાહેર કરાયું ત્યારે રૂપાણી જૂથ માંથી કોઈ હાજર રહ્યું ન હતું.
ટૂંક સમયમાં શહેર સંગઠન માળખું રચાશે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ વધે માધવ દવેનું નામ જાહેર કરાયા બાદ હવે ટૂંક સમયમાં જ ઉપપ્રમુખ મહામંત્રી,મંત્રી, કોષાધ્યક્ષ સહિતના હોદ્દેદારોની પ્રદેશના આદેશ અને નિર્દેશ અનુસાર નિમણૂક કરવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે આવતા વર્ષે મહાપાલિકાની ચૂંટણી હોય વધુને વધુ લોકાભિમુખ કામો થાય અને જંગી બહુમતીથી ચૂંટણીમાં જીત મળે તે પ્રકારના કાર્યક્રમો રહેશે
મનપાની પાર્ટી સંકલન મિટિંગમાં હાજરી
રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ માધવ દવેએ આજે મહાપાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ પૂર્વે યોજાયેલી પાર્ટી સંકલન મીટીંગ માં હાજરી આપી હતી અને આ વેળાએ સર્વે કોર્પોરેટરોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. આગામી દિવસોમાં હવે શહેર ભાજપ પ્રમુખ તરીકે મહાપાલિકામાં યોજાતી પાર્ટી સંકલનની તમામ મીટીંગ તેમના અધ્યક્ષ સ્થાને મળશે
માધવ દવે ત્રણ પેઢીથી આરએસએસ-ભાજપમાં: ૩૦ વર્ષની ઝળહળતી રાજકીય કારકિર્દીની ઝલક
રાજકોટ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ માધવ દવે બ્રહ્મ સમાજમાંથી આવે છે અને મૂળ અમરેલીના વતની છે. ૧૯૯૭ સુધી તેઓ અમરેલી ભાજપમાં સક્રિય હતા અને ત્યારબાદ ૧૯૯૮થી રાજકોટમાં આરએસએસ, અભાવિપ, યુવા ભાજપ અને શહેર ભાજપમાં સક્રિય રહ્યા હતા. રાજકોટ શહેર ભાજપ થી લઈને પ્રદેશ ભાજપ સુધી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. માધવ દવે ના પિતા કિશોરભાઈ દવે અને તેમના દાદા પણ સંઘ પરિવાર અને ભાજપ સાથે જોડાયેલા છે. અગાઉ તેઓ રાજકોટ શહેર ભાજપમાં મંત્રી તરીકે અને છેલ્લે મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. માધવ દવે ઉચ્ચ શિક્ષિત છે તેવો બીએ, એલએલબી, એલએમએમ, એમજેએમસી અને પી.એચડીની પદવી ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech