પૃથ્વી પર લાખો પ્રજાતિના પ્રાણીઓ જોવા મળે છે. આમાંના કેટલાક પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે, જ્યારે કેટલાક પ્રાણીઓની વસ્તી ઘટી રહી છે તો કેટલાકની વસ્તી વધી રહી છે. જેમાંના એક છે ઉંદર. શું જાણો છો કે શહેરોમાં ઉંદરોની સંખ્યા કેમ ઝડપથી વધી રહી છે? વાતવરણમાં થયેલા ફેરફારને કારણે દરેક પશુ-પક્ષી કે જીવજંતુના જીવનચક્રમાં બદલાવ આવ્યો છે. ત્યારે આટલી ગરમી છતાં ઉંદરની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી ઉલ્ટાનું તેની સંખ્યા તો વધી રહી છે. જાણો તેની પાછળનું કારણ શું છે.
શું શહેરોમાં ઉંદરોની સંખ્યા વધી છે?
શહેરોમાં દરેક જગ્યાએ ઘર, ઓફિસ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મેટ્રો વગેરેમાં ઉંદરો જોવા મળી રહ્યા છે. શું ખબર છે કે શહેરોમાં ઉંદરોની વસ્તી કેમ વધી રહી છે? કેમકે શહેરોમાં ગામડાની સરખામણીમાં તાપમાન પણ ઘણું વધારે છે.
ઉંદરોની સંખ્યા કેમ વધી રહી છે?
વિશ્વભરના મોટા શહેરોમાં ઉંદરોની વસ્તી ઝડપથી વધી રહી છે. આનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગની સાથે ઝડપથી વધી રહેલું શહેરીકરણ છે. ઉંદરો 50 થી વધુ ઝૂનોટિક રોગો ફેલાવવા માટે જાણીતા છે. ઝૂનોટિક રોગો એવા ચેપ છે જે લોકો અને પ્રાણીઓ વચ્ચે ફેલાય છે. આ ચેપ વાયરસ, બેક્ટેરિયા, પરોપજીવી અને ફૂગ જેવા જંતુઓથી થાય છે. આમાંથી કેટલાક જીવલેણ હોય શકે છે. શહેરોમાં ઉંદરોની વધતી વસ્તીને કારણે આરોગ્ય નિષ્ણાતો ચિંતિત છે.
સંશોધનમાં ખુલાસો થયો
સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, સંશોધકોએ અભ્યાસમાં 16 શહેરોનો સમાવેશ કર્યો છે. જેમાંથી 11માં ઉંદરોની સંખ્યામાં ભારે વધારો નોંધવામાં આવ્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉંદરોની વસ્તીમાં ઝડપી ફેરફારમાં તાપમાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે જે શહેરોમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતા વધારે હતું ત્યાં ઉંદરોની સંખ્યામાં 40.7 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. જ્યારે તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું છે ત્યાં ઉંદરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
ઉંદરો ખેતી માટે ખતરો
આ સંશોધનમાં ઉંદરોની બે પ્રજાતિઓ, રેટ્સ નોર્વેજિકસ અને રેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક સ્તરે ફેલાયેલી છે. આને કૃષિ પેદાશો અને ખાદ્ય પુરવઠાને સૌથી વધુ નુકસાન પહોંચાડવા માટે જવાબદાર માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, ફક્ત અમેરિકામાં ઉંદરોને કારણે થતા નુકસાનનો કુલ અંદાજિત ખર્ચ વાર્ષિક આશરે $27 બિલિયન હોવાનો અંદાજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ચોથા દિવસે આઇટી વિભાગનું સર્ચ: ઉધોગપતિના બંગલામાંથી સિક્રેટ રૂમ મળ્યો
February 21, 2025 03:27 PMમોરબી રોડ પર જાહેરમાં યુવાનને છરીના ઘા ઝીંકયા: વીડિયો વાયરલ
February 21, 2025 03:26 PMક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપાયું: રાકેશ રાજદેવ,મીતના નામ ખુલ્યા
February 21, 2025 03:25 PMકોસ્મોપ્લેકસની નજીક બસમાં ધડાકાભેર બુલેટ અથડાઈ: બે ભાઈઓને ગંભીર ઇજા
February 21, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech