BREAKING NEWS

તું મને ગાળો બોલવાની કેમ ના પાડતો' તો ગાળો બોલીશ જ કહી હાથીનો યુવક પર હુમલા નો મામલો

  • May 13, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાફરાબાદના લોઠપૂર ગામે રહેતા યુવક ઉપર ગામમાં જ રહેતા હાથી ધાખડાએ દાતરડા અને કુવાડા વડે હત્પમલો કરતા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યાં તેને માથા અને કાનના ભાગે આઠ જેટલા ટાકા આવ્યા હતા. હત્પમલો કરનાર હાથી ઘર પાસે મોટે મોટેથી ગાળો બોલતો હોય તેને યુવકે ગાળો બોલવાની ના પાડતા વાતનું મનદુ:ખ રાખી રસ્તામાં યુવકની બાઈક રોકી હતી અને તું મને કમ ગાળો બોલવાની ના પાડતો હતો ? હત્પં તો ગાળો બોલીશ જ કહી જીવલેણ હત્પમલો કર્યેા હતો. બનાવ અંગે જાફરાબાદ પોલીસે હાથી સામે ગુનો નોંધ્યો છે.
બનાવની પ્રા વિગત મુજબ જાફરાબાદના લોથપુર ગામે રહેતા લાલજી કેશુભાઈ કવાડ (ઉ.વ.૩૦)નો યુવક મિત્રને મૂકી ઘર તરફ પરત આવતો હતો ત્યારે ગામમાં રહેતા હાથી બચુભાઈ ધાંખડાએ બાઈક રોકાવી તું મને કેમ ગાળો બોલવાની ના પાડતો હતો, આથી યુવકે કહ્યું હતું કે, તમે શું કામ જોરજોરથી ગાળો બોલો છો, શખ્સે ઉશ્કેરાઈ હત્પં તો ગાળો બોલીશ જ કહી આજે તો તને મારી જ નાખવો છે કહી હાથમાં રહેલા કુવાડો અને દાતરડા વડે હત્પમલો કરતા યુવકને હાથના ભાગે લાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. આ જોઈ હાથી ભાગી ગયો હતો. યુવક બાઈક લઈને રાજુલા સરકારી હોસ્પિટલે જતો હતો ત્યારે રાજુલાની ગોળાઈ પાસે પહોંચતા હાથી ત્યાં ઉભો હતો અને બાઈક રોકાવી કુવાડાનો ફળો માથામાં મારતા યુવક પડી ગયો હતો બાદમાં દાતરડાનો ઘા મારતા ખભામાં લાગ્યું હતું. આ દરમિયાન ગામના યુવક ત્યાંથી નીકળતા હાથી ભાગી ગયો હતો અને યુવકને સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકની ફરિયાદ પરથી હાથી બચુભાઈ ધાખડા સામે જાફરાબાદ પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application