ટેલિકોમ ક્રાંતિના જનક સામ પિત્રોડાના બયાન દરેક ચૂંટણીમાં વિવાદ કેમ જગાવે છે?

  • April 25, 2024 05:53 PM 

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતમાં ટેલિકોમ ક્રાંતિના જનક સામ પિત્રોડાના નિવેદનો બાબતે લગભગ દરેક ચૂંટણીમાં વિવાદ પેદાથી છે. પિત્રોડાએ આ વખતે ’હેરિટન્સ ટેક્સ’ની હિમાયત કરીને રાજકીય હલચલ વધારી દીધી છે. વારસાગત કર વિશે વાત કરતાં, તેમણે તેને ખૂબ જ રસપ્રદ કાયદો ગણાવ્યો. પિત્રોડાના નિવેદન બાદ ભાજપ કોંગ્રેસ પર આક્રમક બની ગયું છે. પાર્ટીનું કહેવું છે કે જો કોંગ્રેસ આ ટેક્સ સિસ્ટમ લાવે છે તો તે બિઝનેસમેન માટે સારું નહીં હોય. આ અગાઉ ૨૦૧૯માં સામ પિત્રોડાનું સર્જીકલ સ્ટ્રાઈક પર શંકા ઉઠાવતું નિવેદન વિવાદ જગાવી ગયું હતું અને ભારતીયોના હામાં મોબાઈલ આવ્યા એ વાંદરાના હામાં રમકડું આવી ગયા જેવું છે એ મતલબનું નિવેદન પણ ભારતીયોના અપમાન તરીકે ભાજપ દ્વારા ઉઠાવાયું હતું. હવે વારસાકર મુદ્દે ભાજપ કોંગ્રેસને ઘેરી રહ્યો છે. વારસાગત કર વિશે સમજાવતાં સામ પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં જો કોઈની પાસે ૧૦૦ મિલિયન ડોલરની મિલકત હોય અને તે મૃત્યુ પામે. આવી સ્થિતિમાં ૪૫ ટકા પ્રોપર્ટી તેના બાળકો પાસે જાય છે, જ્યારે ૫૫ ટકા લોકો માટે સરકારને જાય છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતમાં આવો કોઈ કાયદો ની. અહીં, જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તેની સંપૂર્ણ સંપત્તિ બાળકોના હામાં જાય છે. સામ પિત્રોડાનો જન્મ ૧૯૪૨માં ઓડિશાના તિતિલાગઢમાં યો હતો. તેમનું પૂરું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. કોંગ્રેસ નેતાનો પરિવાર ગુજરાતમાંી આવે છે. આ કારણે તેને શાળાનું શિક્ષણ વલ્લભવિદ્યાનગર અને તે પછીનું ઉચ્ચત્તર અભ્યાસ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં યું. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ અને ઈલેક્ટ્રોનિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું. પરિવારે તેમને વધુ અભ્યાસ માટે ૬૦ના દાયકામાં અમેરિકા મોકલ્યા, જ્યાંથી તેમણે માસ્ટર્સ કર્યું. ’ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી’ અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના શિકાગો શહેરમાં આવેલી છે, જિયાથી  સેમ પિત્રોડાએ ૧૯૬૪માં ભૌતિકશામાં માસ્ટર્સ કર્યું હતું. પિત્રોડા ગાંધી પરિવારના નજીકના લોકોમાંના એક ગણાય છે. હાલમાં તેઓ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ છે. ૧૯૮૪માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના કહેવા પર તેઓ અમેરિકાી ભારત પરત ફર્યા હતા.ભારત આવતાં જ પિત્રોડાએ અમેરિકન નાગરિકત્વનો ત્યાગ કર્યો અને ફરી એકવાર ભારતીય બની ગયા. ૧૯૮૪માં તેમણે ’સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ’ નામની ટેલિકોમ સંસ શરૂ કરી. જો કે, એ જ વર્ષે ઈન્દિરાની હત્યા ઈ અને રાજીવ ગાંધી પીએમ બન્યા. રાજીવે પિત્રોડાને પોતાના સલાહકાર બનાવ્યા. બંનેએ ભારતમાં ટેલિકોમ ઉદ્યોગમાં પરિવર્તન માટે સો કામ કર્યું હતું. રાજીવે તેમને ટેલિકોમ, પાણી, શિક્ષણ જેવા છ ટેક્નોલોજી મિશનના વડા બનાવ્યા.જો કે, રાજીવ ગાંધીની હત્યા બાદ અને ઘણા વર્ષો સુધી ભારતમાં કામ કર્યા પછી, સામ પિત્રોડા ફરી એકવાર અમેરિકા પરત ફર્યા. ૨૦૦૪ની ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર બની હતી. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. તત્કાલીન પીએમ મનમોહને સામ પિત્રોડાને ફરીી ભારત આવવાનું આમંત્રણ આપ્યું અને આ રીતે તેઓ તેમના દેશ પરત ફર્યા. ભારત આવીને મનમોહન સિંહે તેમને નેશનલ નોલેજ કમિશનના અધ્યક્ષ બનાવ્યા. ૨૦૦૯ માં યુપીએ સરકાર ફરીી આવી, ત્યારે આ વખતે સામ પિત્રોડાને વડાપ્રધાન મનમોહન સિંહના સલાહકાર બનાવવામાં આવ્યા હતા. આ રીતે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ મળ્યો. પિત્રોડાની વેબસાઈટ અનુસાર, તેમની પાસે લગભગ ૨૦ માનદ પીએચડી અને લગભગ ૧૦૦ વિશ્વવ્યાપી પેટન્ટ છે. તેમણે પાંચ પુસ્તકો અને અનેક પેપર પ્રકાશિત કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application