જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ સુરક્ષા વાહન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. જો કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે.
પાંચમાંથી ત્રણ જવાનોની હાલત સ્થિર
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સુરક્ષા દળોનું કહેવું છે કે આતંકવાદી હુમલામાં ઘાયલ ભારતીય વાયુસેનાના પાંચ સૈનિકોમાંથી એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. અન્ય એક સૈનિકની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે જ્યારે બાકીના ત્રણની હાલત સ્થિર છે.
એરફોર્સે નિવેદન કર્યું જાહેર, સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ
ભારતીય વાયુસેનાએ આ બાબતે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, "આતંકવાદીઓ સાથે ગોળીબારમાં, એર વોરિયર્સે વળતો જવાબ આપીને લડ્યા હતા. આ પ્રક્રિયામાં IAFના પાંચ જવાનોને ગોળી વાગી હતી અને તેઓને તાત્કાલિક નજીકની સૈન્ય હોસ્પિટલમાં તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. "એક હવાઈ યોદ્ધાનું બાદમાં મૃત્યુ થયું હતું."
રાહુલ ગાંધીએ પૂંછ આતંકવાદી હુમલાને ગણાવ્યો શરમજનક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આપણા સૈન્યના કાફલા પર કાયરતાપૂર્ણ અને બેફામ આતંકવાદી હુમલો ખૂબ જ શરમજનક અને દુઃખદ છે. હું શહીદ સૈનિકને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું હુમલામાં ઘાયલ થયેલા જવાનોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.
પ્રિયંકા ગાંધીએ હુમલાને આકરા શબ્દોમાં વખોડ્યો
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સેનાના કાફલા પર આતંકવાદી હુમલો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ, શરમજનક અને કાયરતાપૂર્ણ કૃત્ય છે. સમાજમાં હિંસા અને આતંક માટે કોઈ સ્થાન હોઈ શકે નહીં. શહીદ સૈનિકને મારી શ્રદ્ધાંજલિ અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. હું ઘાયલ સૈનિકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech