ઓસ્કાર વિજેતા ભારતીય મહિલા ફિલ્મ નિર્માતા ગુનીત કોણ ?

  • March 14, 2023 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લગ્નના ત્રણ જ મહિનામાં ગુનીત મોગાનું નસીબ ચમક્યુ

ગુનીતે મસાલ, લંચબોક્સ જેવી વિશ્વપ્રસિદ્ધ ફિલ્મો આપી છે



નેટફ્લિક્સ પર આવેલી ભારતીય શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મના નિર્માતા ગુનીત મોંગા અને દિગ્દર્શક કાર્તિક ગોન્સાલ્વિસને 59માં એકેડેમી એવોર્ડ્સમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુનીત મોગાની ગણતરી વિશ્વના ટોચની મહિલા ફિલ્મ નિર્માતાઓમાં થાય છે. ગુનીત મોંગાએ તાજેતરમાં જ લગ્ન કર્યા અને એ સાથે જ તેનું નસીબ ખુલી ગયુંને તેની ફિલ્મને ઓસ્કાર મળ્યો.

અમેરિકાના લોસ એન્જલસમાં ભારતીય સમય મુજબ ગઇકાલે યોજાયેલા એકેડેમી એવોર્ડ્સમાં ભારતનો દબદબો રહ્યો હતો. અહીં ભારતીય ફિલ્મ નિર્માતાઓના ખાતામાં કુલ 2 એવોર્ડ આવ્યા. એક SS રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટુ નાટુને. અને બીજો ઓસ્કાર નિર્માતા ગુનીત મોંગા અને દિગ્દર્શક કાર્તિકી ગોન્સાલ્વિસને મળ્યો. આ સાથે બોલોવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ પ્રેઝન્ટર તરીકે તેની છાપ છોડી. હાજરી દેખાડી.

 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ને 59મા ઓસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા જ ગુનિત મોગા અને કાર્કિતી ગોન્સાલ્વિસે બોલિવૂડનો ચહેરો બદલી નાખ્યો છે. 

ગુનીત મોંગા ભારતની પ્રથમ મહિલા ફિલ્મ નિર્માતા છે, જેણે ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. હાલમાં જ તેણે બોયફ્રેન્ડ સની કપૂર સાથે લગ્ન કર્યા. લગ્ન પછી જ ગુનીતનું નસીબ ખુલ્યું. ગુનીતે તેના નિર્માણ શિખાયા એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ અગાઉ પણ ઘણી શાનદાર ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ગુનીતે ધ લંચબોક્સનું નિર્માણ પણ કર્યું હતું, જેની ગણતરી ઈરફાન ખાનની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. તેની સાથે ગુનીતે મસાન, ગેંગ્સ ઓફ વાસેપુર, પગલૈટ, સોરાયાપટ્ટુ જેવી ફિલ્મો પણ બનાવી છે.

ગુનીત મોંગાએ ગયા વર્ષે 12 ડિસેમ્બરે તેના બોયફ્રેન્ડ સની કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો પણ સામે આવી હતી. જેમાં ગુનીત પંજાબી સ્ટાઇલના આ લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ગુનીત લાંબા સમયથી સની કપૂરને ડેટ કરી રહ્યી હતી. ઘણા સમયથી બંને લગ્નનું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા. લગ્નના થોડા મહિના પછી જ ઓસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુનીતની શોર્ટ ફિલ્મ પસંદ કરવામાં આવી હતી. હવે ગુનીતે ઓસ્કાર જીતીને ઈતિહાસ રચી દીધો છે. હવે વિશ્વના દિગ્ગજ દિગ્દર્શકો પણ ગુનીતને સલામ કરી રહ્યા છે.

ગુનીત મોંગાએ ઓસ્કાર જીતતાની સાથે જ તેના કરિયરની ચર્ચા થવા લાગી હતી. ઘણા લોકોએ તેમના વ્યવસાયના ઇતિહાસ વિશે જાણવાનો પ્રયાસ પણ કર્યો છે. ગુનીતે બોલિવૂડને મસાન જેવી ઘણી શાનદાર ફિલ્મો આપી છે. એટલું જ નહીં, ગુનીતની ગણતરી વૈશ્વિક મનોરંજન ઉદ્યોગની ટોચની 12 મહિલાઓમાં પણ થાય છે. હોલિવૂડ રિપોર્ટરે 50 મહિલાઓની યાદીમાં ગુનીતનું નામ આપ્યું છે, જેણે શાનદાર ફિલ્મો આપીને બોલિવૂડનો ચહેરો બદલી નાખ્યો. ગુનીત શિખાયા એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન પણ ચલાવે છે. ગુનીતે મસાન, ગેંગ્સ ઓફ વાસેપુર, હરામખોર, મોનસૂન શૂટઆઉટ, ઝુબાન અને લંચબોક્સ જેવી ઘણી શાનદાર ફિલ્મો આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application