આ યુવાપેઢીમાં ક્યાંથી મળશે શિવાજી અને રાણા

  • September 25, 2024 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બળેજની પ્રાથમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વ્યસનમુક્તિ અને સ્વસ્થ જીવનશૈલી વિષય પર સેમીનાર યોજાયો હતો.
ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા સરકારી માધ્યમિક અને બળેજની ઉચ્ચત્તર માધ્યમિક શાળા, પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકાથી ધો.૧૨ સુધીના આશરે ૪૦૦ જેટલા વિધાર્થીઓ માટે વ્યસનમુક્તિ, સ્વસ્થ જીવનશૈલી પરિસંવાદ અને ઉકાળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુતિયાણા તાલુકાના સેગરસ ગામ ખાતે આવેલ સરકારી આયુર્વેદિક દવાખાનામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો.ભરતભાઇ ચૌહાણ દ્વારા સ્વસ્થ જીવનશૈલી માટે બાળકોએ પૌષ્ટિક અને તાજો આહાર જીવનશૈલીનો હિસ્સો બનાવવો જોઇએ,વિધાર્થીઓની દૈનિક દિનચર્યા કેવી હોવી જોઈએ, વાંચેલું વધુ યાદ કઈ રીતે રહે,તેમજ બહારના ફુડ પેકેટથી શરીર પર થતી વિનાશક અસરો વિશે વિધાર્થીઓને ઉંડાણપુર્વક માહિતગાર કર્યા હતા.બળેજની સરકારી હાઈસ્કુલના પ્રિન્સીપાલ ભરતભાઇ જાડેજા દ્વારા વ્યસનથી થતા કેન્સર જેવા ગંભીર રોગો, બિમારીઓ વગેરે મુદ્દાઓ અંગે પ્રેસેંટેશન અને વીડિયોના માધ્યમથી બાળકને જાણકારી આપી હતી અને વ્યસનથી દુર રહેવા જણાવ્યુ હતુ.ઘેડ સામાજિક વિકાસ સમિતિના સભ્ય અને કાલેજ પે સેન્ટર શાળાના આચાર્ય રાજુભાઈ સુત્રેજા દ્વારા પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવી, દીકરીઓને લક્ષ્મી નહી પણ દુર્ગા બનવાની જરૂર છે વગેરે મુદ્દાઓ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ.અંતે આચાર્ય, શિક્ષકો,વિદ્યાર્થીઓ અને હાજર ગ્રામજનો માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા ઘેડ વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો વગેરેને વ્યસનરૂપી રાક્ષસથી દુર રહેવા  અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઇ પરમાર,ડો. ભરતભાઇ ચૌહાણ, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ ઓડેદરા,હાઇસ્કુલના આચાર્ય ભરતભાઇ જાડેજા, પ્રાથમિકના આચાર્ય મહેશભાઈ વાઢિયા, બંને શાળાના શિક્ષકો, વિધાર્થીઓ, એસ.એમ.સી. કમિટીના સભ્યો અને ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News