મનપામાં ભરતી પરીક્ષા કયારે ? ૬૦,૦૦૦ અરજદારોનો સવાલ

  • October 23, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની પરીક્ષા તાત્કાલિક અસરથી જાહેર કરવા આજે કોંગ્રેસ દ્રારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ૧૦ મહિના પૂર્વે ૨૧૯ જગ્યાઓની ભરતી જાહેર કરી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ હતી જેમાં સમગ્ર ગુજરાત રાયમાંથી ૬૦ હજારથી વધુ યુવા શિક્ષિત બેરોજગરોએ અરજી કરી હતી પરંતુ પરીક્ષાની તારીખ જાહેર થતી ન હોય રોષની લાગણી ફેલાઇ છે.
વિશેષમાં રાજકોટના કોંગી નેતા રોહિતસિંહ રાજપૂતએ મ્યુનિસિપલ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનએ ડિસેમ્બર–૨૦૨૩માં બહાર પાડેલી જુનિયર કલાર્ક, સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઈઝર, ગાર્ડન આસિસ્ટન્ટ સહિતની પદોની ખાલી પડેલ ૨૧૯ જગ્યાની ભરતી બહાર પાડવાની જાહેરાત કરી હતી. જેમા આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી છેલ્લી નિર્ધારીત તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં અંદાજિત ૬૦,૦૦૦થી વધુ ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. આ ભરતી માટે નિયત કરેલ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ,કેટેગરી મુજબની ફોર્મની ફી સહિત નિયમો મનપા દ્રારા નક્કી કરવામા આવેલા હતા પરંતુ તે બાદ પરીક્ષા કયારે લેવાશે એ સ્પષ્ટ્રતા ત્યારથી માંડી અત્યાર સુધી કરવામા આવી નથી.
વધુમાં આવેદનમાં જણાવ્યું છે કે, મનપાના અલગ અલગ વિભાગોમાં વહિવટી કામો અર્થે મહત્વની પાયાની જરિયાત ગણાતી મહેકમો ખાલી હોવાના કારણે મનપાનુ તત્રં કામગીરી બાબતે ખાડે ગયુ તે કારણ સ્પષ્ટ્ર રીતે માની શકાય પરંતુ આ ભરતીના આજે ૧૦–૧૦ મહિના વિત્યા બાદ પણ કોઇ પદાધિકારી કે અધિકારી આ બાબતે મગનુ નામ મરી કેમ નથી પાડતા તે મોટો સવાલ છે ! આ ભરતી માટે અરજી કરેલ હજારો ઉમેદવારો જે આ પરીક્ષા પાસ કરવા માટે તૈયારી કરી રહ્યા છે તે પણ હવે કંટાળીને આ જાહેર કરેલ ભરતીની પરીક્ષા કયારે યોજાશે તે મનપા તંત્રને પૂછતા બધં ગયા છે.પરીક્ષા પાસ કરી રાજકોટ મનપામા સેવા આપવા ઇચ્છુક ઉમેદવારો અસમંજસમાં મુકાયા છે કે ભરતીની જાહેરાત ખરેખર સાચી હતી કે છે કે આર્થિક રીતે તંગીનો સામનો કરી રહેલ રાજકોટ મહાનગરપાલિકાએ આ ભરતીમા અરજી કરેલ ઉમેદવારોની ફોર્મની ફીના ઉઘરાણા કરવા માટે જ જાહેર કરી હતી ? કે પછી રાજકોટ મનપા આ ભરતીની પ્રક્રિયા પારદર્શકતાથી પૂર્ણ કરવા સક્ષમ નથી ? ભાજપના નેતાઓ અને અધિકારીઓના સગાઓ અને પરિચિતોને આ નોકરી અપાવવા કોઇ પણ ગૂંચળુ અટવાયુ કે શું ? તેવા વેધક સવાલો ઉમેદવારોને સતાવી રહ્યા હોય ત્યારે મનપાના જવાબદાર સતાધિશોએ આ બાબતે સ્પષ્ટ્રતા કરવી જોઇએ કે પરીક્ષા કયારે યોજાનાર છે અન્યથા ઉમેદવારો પાસેથી ઉઘરાણા કરેલ ફોર્મની પરત કરવાની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ.
આવેદનના અંતમાં જણાવ્યુ કે રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદ જેલમા ગયેલ ભ્રષ્ટ્ર અધિકારીઓની કફોડી હાલત જોઇને રાજકોટ મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ ડરના માર્યા ધડાધડ રાજીનામા આપી રહ્યા છે અને કેટલાય અધિકારીઓ લાંચ લેતા તાજેતરમા ઝડપાતા તે પણ ઘરભેગા થઈ ગયા છે.રાજકોટ મનપાનુ તત્રં વહિવટી રીતે તો ખાડે ગયુ જેનુ મુખ્ય કારણ વર્ષેાથી પેધી ગયેલ અમુક અધિકારીઓના લીધે આખી મહાનગરપાલિકા ભ્રષ્ટ્રાચારથી ખદબદે છે અને અંતે રાજકોટની પ્રજાને ભોગવવુ પડે તે દુ:ખદ છે. શહેરીજનોએ પોતાના ખિસ્સામાંથી મનપાને ટેકસ મનપાને ચૂકવ્યા બાદ પણ પાયાની અનેક સુવિધાઓ યોગ્ય રીતે મળતી નથી તે નરી વાસ્તવિકતા છે. મનપાના વિભાગોમાં કર્મચારીઓની ઘટને કારણે લોકોને અતિ અગત્યના કામોમા વિલંબ, લાઇનોમાં કલાકો સુધી હેરાન થવુ પડે અને અનેક ધક્કાઓ બાદ પણ કામ થતા ના હોવાની ફરિયાદો અવારનવાર સામે આવ્યા કરે છે ત્યારે સત્તામાં બેઠેલા ભાજપના પદાધિકારીઓને જાણે શહેરીજનોની કઇં પડી ના હોય તેમ સદસ્યતા અભિયાનમા અવ્વલ આવવા અને ટાર્ગેટો પૂરા કરવા મસ્તમ છે. રાજકોટ મનપા માત્ર મોટી મોટી જાહેરાતો કરે છે પણ તેનો અમલ કયારે કરવામા આવશે તેનું કઇં નક્કી નથી હોતુ જેને કારણે લોકોને તત્રં પરથી ભરોસો ઉઠતો જાય છે. કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા કર્મીઓ ભ્રષ્ટ્રાચાર કરવામાં અચકાતા નથી હોતા જેથી આ ભરતીથી જે કાયમી કર્મીઓ મળનાર છે તેને લીધે ભ્રષ્ટ્રાચાર મહદઅંશે ઘટી શકે તેવો દાવો પણ રજૂઆતમાં કરવામા આવ્યો હતો.
ઉપરોકત રજૂઆત વેળાએ કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપુત, હાથ સે હાથ જોડોના યૂથ વિંગના પ્રમુખ જીત સોની, સ્ટુડન્ટ વિંગના પ્રમુખ યશ ભીંડોરા, યશ ઉનડકટ, રોનક રવૈયા વિગેરે જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application