સૌથી લાંબુ જીવવા અંગે વિવિધ દાવાઓ કરવામાં આવે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના કેજિયાંગ જિલ્લામાં જન્મેલા લી ચિંગ યુ સૌથી લાંબુ જીવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર 256 વર્ષની હતી. આ સિવાય કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રાન્સની મહિલા જીન-લુઇસ કેલમેન્ટ સૌથી લાંબુ જીવ્યા હતા. રિપોર્ટ અનુસાર તેમનું નિધન 122 વર્ષની વયે થયું હતું.
માનવ શરીરની ઉંમર
સંશોધકો અનુસાર વ્યક્તિ 150 વર્ષ સુધી જીવી શકે છે. જો કે તેના માટે શરીરના કેટલાક અંગ યોગ્ય રીતે કાર્યરત હોય તે જરૂરી છે. સંશોધકોના અનુમાન મુજબ સદીના અંત સુધીમાં વ્યક્તિ 122 વર્ષથી વધુ જીવી શકે છે. સંશોધકોએ આંકડાકીય અભ્યાસમાં અનુમાન લગાવ્યું છે કે સદીના અંત સુધીમાં વ્યક્તિ 122 વર્ષથી વધુ જીવશે તેવી લગભગ 100% શક્યતા છે.
જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ શરીરના અંગો પણ વૃદ્ધ થવા લાગે છે. પરંતુ તમામ અંગોને આ બાબત લાગુ પડતી નથી. નિષ્ણાતોના મતે શરીરના અંગો પણ મશીનની જેમ કામ કરે છે. જો શરીરના અંગની યોગ્ય કાળજી રાખો છો, તો તે લાંબા સમય સુધી સ્વસ્થ રહેશે પરંતુ જો તેના પર પર ધ્યાન નહીં આપો તો તે શરીરની સાથે વૃદ્ધ પણ થશે.
જર્મનીની ડ્રેસ્ડન યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના મોલેક્યુલર બાયોલોજીસ્ટ ઓલાફ બર્ગમેન કહે છે કે વ્યક્તિ 20 વર્ષની હોય કે 84 વર્ષની હોય તેના લીવરની સરેરાશ ઉંમર ત્રણ વર્ષથી ઓછી હોય છે. સરળ ભાષામાં, લીવર હંમેશા જીવંત અને યુવાન રહે છે. જો વ્યક્તિ 80 વર્ષનો હોય તો પણ લીવરની ઉમર ત્રણ વર્ષથી ઓછી જ હોય છે. જો કે શરીરના બધા અંગની સ્થિતિ એકસમાન નથી હોતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech