બોલિવૂડની સુપરહિટ કોમેડી ફ્રેન્ચાઈઝી 'વેલકમ'નો ત્રીજો ભાગ એટલે કે ‘વેલકમ ટુ ધ જંગલ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂક્યો છે. ફિલ્મ ક્રિટિક્સ તરફથી ભલે આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય, પરંતુ બોક્સ ઓફિસ પર આ મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મે ધમાકેદાર ઓપનિંગ કરીને અગાઉના બંને ભાગ ‘વેલકમ’ અને ‘વેલકમ બેક’ના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે.અક્ષય કુમાર અને ૩૪ દિગ્ગજ કલાકારોની આ ફોજ બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે.
પ્રથમ દિવસે દર્શકો તરફથી મળેલા શાનદાર રિસ્પોન્સ બાદ હવે શનિવાર અને રવિવારના વીકેન્ડ પર કલેક્શનમાં હજુ મોટો ઉછાળો આવવાની આશા છે. હવે જોવાનું એ રહેશે કે શું આ ફિલ્મ ‘વેલકમ બેક’ના લાઈફટાઈમ કલેક્શન (૧૬૮.૭૦ કરોડ)નો રેકોર્ડ તોડીને ₹૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ શકશે કે નહીં.
આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, રવીના ટંડન, દિશા પાટની, જેકલીન ફર્નાન્ડીઝ, પરેશ રાવલ, અરશદ વારસી, લારા દત્તા, જેકી શ્રોફ અને જોની લીવર સહિત બોલિવૂડના ૩૪ જાણીતા કલાકારો એકસાથે ધમાલ મચાવી રહ્યા છે.
ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ઓપનિંગ ડે (પ્રથમ દિવસ)ની કમાણીના મામલામાં ‘વેલકમ ટુ ધ જંગલ’ આ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઈ છે
વેલકમ (2007): ૩.૩૫ કરોડ
વેલકમ બેક (2015): ૧૪.૪૦ કરોડ
વેલકમ ટુ ધ જંગલ (2026): ૧૫ કરોડ
‘વેલકમ ટુ ધ જંગલ’ એ પ્રી-રિલીઝ (ડે-0) પર જ ૩.૭૫ કરોડની કમાણી કરી લીધી હતી. જ્યારે પ્રથમ દિવસે (ડે-1) 15 કરોડનું શાનદાર કલેક્શન ઉમેરાતા, ફિલ્મની કુલ કમાણી અત્યાર સુધીમાં ૧૮.૭૫ કરોડ પર પહોંચી ગઈ છે.
અગાઉના બંને ભાગનો બોક્સ ઓફિસ ઈતિહાસ જોઈએ તો
1. વેલકમ (2007) વર્ષ ૨૦૦૭માં આવેલી આ ફિલ્મના 'ઉદય ભાઈ' અને 'મજનૂ ભાઈ'ના પાત્રો આજે પણ લોકોના દિલમાં વસેલા છે.
ભારતીય બોક્સ ઓફિસ (નેટ કલેક્શન): ૭૦.૧૩ કરોડ
વર્લ્ડવાઈડ કલેક્શન: ૧૧૯.૫૦ કરોડ
2. વેલકમ બેક (2015) ઠીક ૮ વર્ષ બાદ આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળ્યો હતો.
ભારતીય બોક્સ ઓફિસ (નેટ કલેક્શન): ૯૬.૫૫ કરોડ
વર્લ્ડવાઈડ કલેક્શન: ૧૬૮.૭૦ કરોડ