સિંધી સમાજના ઇષ્ટદેવ ઝુલેલાલ સાહેબનો 1075માં જન્મોત્સવની ઉજવણી માટે વેલકમ ચેટીચાંદનું આયોજન ચેટીચાંદની પૂર્વ સંધ્યાએ કરવામાં આવ્યું હતું. આજકાલ મીડિયાના સથવારે સિંધી યુવા સેના દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે વેલકમ ચેટીચાંદનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં આજકાલ સાંધ્ય દૈનિકના મોભી ધનરાજભાઈ જેઠાણી, મેનેજિંગ ડાયરેક્ટર ચંદ્રેશભાઇ જેઠાણી, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ તેમજ સિંધી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વેલકમ ચેટીચાંદ નિમિતે લંગર પ્રસાદ, ભેરાણા સ્પર્ધા, મ્યુઝિકલ પ્રોગ્રામ, બ્લડ ડોનેશન કેમ્પ, મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા. ચેટી ચાંદની પૂર્વ સંધ્યાએ મ્યુઝિકલ પ્રોગ્રામમાં ભગવાન ઝુલેલાલના જન્મોત્સવને વધાવવા સિંધી સમુદાયના લોકો મનમુકીને નાચ્યા હતા. ધાર્મિક ઉજવણીની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તે માટે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકીય આગેવાનોએ પણ મંચ પરથી આયો લાલ ઝુલેલાલના નાદ સાથે સિંધી સમુદાયને ચેટીચાંદના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. વિશાળ સંખ્યામાં લોકો વેલકમ ચેટી ચાંદની ઉજવણીમાં જોડાયા હતા. સિંધી સમુદાયનું નવું વર્ષ એટલે કે ચેટીચાંદની ઉજવણી માટે પણ લોકોમાં થનગનાટ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech