એવું કહેવાય છે કે કેટલીકવાર બાળકો કંઈક લખે છે અથવા બોલે છે જે પછીથી સાચું થઇ જાય છે. કેરળના વાયનાડમાં તબાહી વચ્ચે આવો જ એક સંયોગ સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એક વર્ષ પહેલા આ ઘટના વિશે સ્કૂલની છોકરીએ આવી એક વાર્તા લખી હતી. કહેવાય છે કે આઠમા ધોરણમાં ભણતી આ છોકરીએ ગયા વર્ષે એક વાર્તા લખી હતી. વાયનાડમાં પરિસ્થિતિ લગભગ સમાન બની ગઈ છે કારણકે તેણે આ વાર્તામાં ઘટનાઓ વિશે લખ્યું હતું. આ વાર્તા શાળાના મેગેઝિનમાં પ્રકાશિત પણ થઈ હતી. ફરક માત્ર એટલો છે કે વાર્તાનો અંત સુખદ છે પરંતુ વાસ્તવમાં તે એક દુર્ઘટના છે. વાયનાડમાં સ્થિતિ સતત ખરાબ છે. અહીં મૃત્યુઆંક વધીને 308 થયો છે. તે જ સમયે હવામાન વિભાગનું કહેવું છે કે પરિસ્થિતિ હજુ પણ નિયંત્રણમાં નથી.
કઈ વાર્તા લખાઈ હતી
આ વાર્તા આઠમા ધોરણની વિદ્યાર્થીની લાયાએ લખી હતી. તેણી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, વેલારામલા, ચૂરમાલા, વાયનાડમાં અભ્યાસ કરે છે. માહિતી પ્રમાણે, લાયાની આ સ્ટોરી ગયા વર્ષે સ્કૂલ મેગેઝિનમાં પણ પ્રકાશિત થઈ હતી. લાયાએ લખેલી વાર્તા એક એવી છોકરી વિશે હતી જે ધોધમાં ડૂબી જાય છે. તેણીનું ડૂબી જવાથી મૃત્યુ થાય છે અને મૃત્યુ પછી તે પક્ષીના રૂપમાં ગામમાં પરત ફરે છે. લાયાની વાર્તામાં પંખી ગામના બાળકોને કહે છે, 'બાળકો, આ ગામમાંથી ભાગી જાઓ. અહીં મોટો ખતરો છે.' આ પછી બાળકો ગામમાંથી ભાગવા લાગે છે. જ્યારે તેઓ પાછળ જુએ છે ત્યારે પર્વતની ટોચ પરથી વરસાદનું પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે. વાર્તામાં આ પછી પક્ષી એક સુંદર છોકરીમાં પરિવર્તિત થાય છે. જેણે ગ્રામજનોને બચાવ્યા હતા, જેથી તેઓ પણ તેની જેમ ડૂબી ન જાય.
હાલમાં ચૂરમાલા ભૂસ્ખલનની તબાહીમાં ડૂબી ગયું છે. લાયાની વાર્તાથી વિપરીત અહીંનું વાતાવરણ ખૂબ જ દર્દનાક છે. લાયાએ તેના પિતા લેનિનને પણ ગુમાવ્યા છે. લાયાની શાળાના 497 વિદ્યાર્થીઓમાંથી 32ના મોત થયા છે. જેમાં બે વિદ્યાર્થીઓએ તેમના પિતા અને ભાઈ-બહેનને પણ ગુમાવ્યા છે. શાળા પણ બરબાદ થઈ ગઈ છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે શાળાના મેદાન અને તેની ઇમારતોને ભારે નુકસાન થયું છે.
શાળાના મુખ્ય શિક્ષક વી ઉન્નીક્રિષ્નન અને તેમના સાથીદારોને લાગે છે કે તેઓ માંડ માંડ બચી શક્યા છે. તેણે કહ્યું કે અમે પાંચ શિક્ષકો ચૂરમાલામાં ભાડાના રૂમમાં રહીએ છીએ. તેણે કહ્યું કે એક અઠવાડિયા પહેલા જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે અમે શાળામાં રહેવા જઈ રહ્યા હતા. પણ પછી અમે ઘરે પાછા ફર્યા. આ સારું હતું કારણકે ભૂસ્ખલનમાં શાળાને નુકસાન થયું હતું. જો અમે ત્યાં રોકાયા હોત તો અમે પણ માટીમાં ભળી ગયા હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech