બેંગલુરૂમાં જળ સંકટ: મુખ્યમંત્રીના ઘરે પણ પાણીના ટેન્કરો મોકલવા પડયા

  • March 08, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગયા વર્ષે ઓછો વરસાદ અને હવે તાપમાનનો પારો વધવાને કારણે કર્ણાટકની રાજધાની બેંગલુમાં જળ સંકટ વધુ ઘેરી બન્યું છે. પાણીના એક–એક ટીપા માટે લોકો પરેશાન છે. શહેરના માર્ગેા પર પાણીના ટેન્કરો દોડતા જોવા મળે છે. મુશ્કેલ સંજોગોમાં, શાળાઓ બધં કરવામાં આવી છે અને કોચિંગ સેન્ટરોએ પણ કટોકટી જાહેર કરી છે અને વિધાર્થીઓને વચ્ર્યુઅલ રીતે વર્ગેા લેવાનું કહેવામાં આવ્યું છે.

સ્થિતિ એવી છે કે રાજધાનીમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના નિવાસસ્થાને પાણીના ટેન્કરો દ્રારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જોકે, સરકારે કહ્યું છે કે ટૂંક સમયમાં જરી પગલાં લેવામાં આવશે. વર્ષ ૨૦૨૩માં અલ નીનો અસરને કારણે ઓછો વરસાદ થયો હતો. આવી સ્થિતિમાં બેંગલુ સહિત કર્ણાટકમાં જળ સંકટ વધુ ઘેરી બન્યું છે. સ્થિતિ એ છે કે કર્ણાટકમાં ૧૨૩ ગામને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા અને ૧૦૯ ગામ ગંભીર રીતે પ્રભાવિત છે.

પાણીની સમસ્યાના કારણે સામાન્ય દિવસોમાં ૭૦૦ થી ૮૦૦ પિયામાં મળતા પાણીના ટેન્કરનો ભાવ ૧૫૦૦ થી ૧૮૦૦ પિયા સુધી પહોંચી ગયો છે. રાયના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે, સાંકી તળાવ પાસે સદાશિવનગરમાં તેમના નિવાસસ્થાનનો બોરવેલ પહેલીવાર સુકાઈ ગયો છે. તેમણે કહ્યું કે તેઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે.
તેમણે જાહેરાત કરી કે શહેરમાં પાણીની માંગને પહોંચી વળવા સરકાર ખાનગી ટેન્કરો અને ખાનગી બોરવેલનો કબજો લેશે. દૂધના ટેન્કરથી પણ પાણી આપવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર પાણીના ટેન્કર દીઠ દર નક્કી કરવા પણ વિચારી રહી છે. આ માટે તાલુકા કક્ષાએ કંટ્રોલમ સ્થાપીને હેલ્પલાઈન નંબર આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application