તાજેતરમાં રાજ્યમાં પીવાના પાણીની સંભવિત મુશ્કેલીવાળા ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. આ ગામોમાં ઉનાળામાં 2432 ગામોને પાણી પુરવઠા યોજના મારફતે પાણી પુરવઠો પૂરો પડાઇ રહ્યુ છે ભવિષ્યમાં આ ગામોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે 74 જળાશયના પાણી આરક્ષિત રાખવામાં આવ્યા છે.
વધુ મા જરૂરી આયોજનના ભાગરૂપે વર્ગ-1 તથા વર્ગ-2ના અધિકારીઓ દ્વારા મુશ્કેલીવાળા ગામોને દત્તક લેવામાં આવ્યા છે. આ અધિકારીઓ દ્વારા વિવિધ માધ્યમોથી ગામમાં પાણીની જરૂરિયાત અંગેનું સઘન મોનીટરિંગ કરવામાં આવે છે. જૂથ યોજના મારફત ગ્રામ્ય વિસ્તારોમાં પીવાલાયક પાણી પહોંચાડવા માટે રાજ્યના કુલ 74 જેટલા ડેમમાંથી પીવા માટે પાણીનો જથ્થો આરક્ષિત રાખવામાં આવ્યો છે. આ ડેમ માથી જરૂરિયાત મુજબ પાણી ઉપાડી શુદ્ધિકરણ કરી લાભાર્થી ગામો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત જૂથ યોજનાઓમાં કેટલીક વાર લીકેજ અને પંપિંગ મશીનરી વગેરે જેવા પ્રશ્નો ઉપસ્થિત થતા જૂથ યોજનામાં સમાવિષ્ટ ગામોમાં પાણીની ઘટ ન પડે તથા ઉનાળાની સિઝનમાં પશુઓની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનિવાર્ય સંજોગોમાં ટેન્કરો દ્વારા જરૂર મુજબ પાણી પહોંચાડવામાં આવે છે.
ઉનાળા દરમિયાન પીવાના પાણીની તંગી ઉભી ન થાય તે માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. જે મુજબ, રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ અંતર્ગત કુલ 3250 કિ.મી. બલ્ક પાઇપલાઇન અને 1.20 લાખ કિ.મી.થી વધુ લંબાઇની પાણી વિતરણ પાઇપલાઇન દ્વારા રાજ્યના 15,720થી વધુ ગામો અને 251 શહેરી વિસ્તારોને દૈનિક 320 કરોડ લીટર પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતના કુલ 18,152 ગામો પૈકી 15,720 ગામોને 372 જૂથ પાણી પુરવઠા યોજના મારફતે સરફેસ સોર્સ આધારિત બલ્ક પાઇપલાઇન તેમજ નવીન-સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, બાકીના 2432 ગામોને સ્થાનિક સોર્સ આધારીત વ્યક્તિગત પાણી પુરવઠા યોજના મારફતે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બાકીના તમામ ગામોને પણ જૂથ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે, જેનું કામ હાલ પ્રગતિ હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech