સરકાર દ્રારા જાહેર કરાયેલી જુદી જુદી યોજનાઓ અને અનામતનો લાભ લેવા માટે જે તે કેટેગરીમાં આવતા લોકોએ નોન ક્રિમિલેયરનો દાખલો મેળવવાનું ફરજિયાત છે. પરંતુ આવો દાખલો કઢાવવામાં અરજદારને પગે પાણી ઉતરી જાય છે. ગયા વર્ષે પણ આવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે ફરી એની એ જ સ્થિતિ છે. અરજદારો મામલતદાર કચેરી અને બહત્પમાળી ભવન વચ્ચે અથડાયા કરે છે અને આમ છતાં તેના કામનું નિરાકરણ આવતું નથી.
જો નોન ક્રિમિલેયરનો દાખલો જોઈતો હોય તો મૂળ અરજદાર અને તેની આસપાસ રહેતા બે પાડોશીઓને આધારકાર્ડ સહિતના ઓળખના પુરાવા સાથે અરજદારની સાથે લાઈનમાં ઊભું રહેવું પડે તેવો આગ્રહ કલેકટર તત્રં નીચે આવતા મામલતદારો રાખી રહ્યા છે. વાસ્તવમાં આવો દાખલો આપતા પહેલા તલાટી મારફત અરજદારના ઘરની સ્થળ તપાસ કરવાની હોય છે. પરંતુ તલાટીને આવુ કામ સોંપવાના બદલે અરજદારોને સાક્ષી તરીકે બે પાડોશીને આધાર પુરાવા સાથે હાજર રાખવાનો આગ્રહ રાખવામાં આવે છે.
બહુમાળી ભવનમાં સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં આવો દાખલો લેવા જનાર અરજદારને સાક્ષી તરીકે બે પાડોશીને હાજર રાખવાનો નિયમ નથી. પરંતુ અહીં એક વખત દાખલો કઢાવવાની અરજી આપવા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે અને બે દિવસ પછી દાખલો તૈયાર થયે તે લેવા માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે છે.
કલેકટર કચેરી અને બહત્પમાળી ભવનના જુના અધિકારીઓ કહે છે કે અરજદારનું કામ કરવાના બદલે તે થાકીને અહીંથી કેમ નીકળી જાય તેવી મેન્ટાલીટી સાથે બંને ઓથોરિટી કામ કરતી હોય તેવું લાગે છે. તલાટીની કામગીરી અરજદારના માથે રેવન્યુ વિભાગ થોપી દે છે. આ બંને કચેરીમાં મોટાભાગે તો અરજદારોને 'સર્વર બધં પડું છે' નેટ કનેકિટવિટી ખોરવાઇ ગઈ છે' જેવા જવાબો આપીને રવાના કરી દેવામાં આવે છે.
ગયા વર્ષે યારે આવો પ્રશ્ન ઊભો થયો ત્યારે ધારાસભ્યોએ દરમિયાનગીરી કરી કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી અને કલેકટરે મે મહિનામાં ૨૦૨૩ માં એક પરિપત્ર બહાર પાડીને ઝોનવાઈઝ મામલતદારોની જવાબદારી ફિકસ કરી હતી. કલેકટરનો હત્પકમ હોય એટલે ના ન પાડી શકાય પરંતુ બે સાક્ષીને આધાર પુરાવા સાથે બમાં હાજર રાખવાનો નવો આદેશ કરાયો છે. એકાદ બે દિવસમાં ચૂંટણીની આચારસંહિતા જાહેર થયા પછી તો 'સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલો છે' અને 'આચાર સંહિતા નડે છે' જેવા વધારાના બે હાથવગા બહાના તંત્રને મળી રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech