લગભગ છ વર્ષ પછી ચીને કહ્યું કે તે ભારતમાંથી ફરીથી આયાત વધારવા પર વિચાર કરી રહ્યું છે. વધતા વેપાર ખાધ વચ્ચે ચીનના રાજદૂતે આ ખાતરી આપી છે. ચીનના રાજદૂત ફીહોંગે કહ્યું કે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોથી સમગ્ર વિશ્વને ફાયદો થશે. 2024માં ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું હતું.
ચીને ભારતમાંથી આયાત વધારવાની વાત લગભગ છ વર્ષ પછી ફરી કહી છે. ચીન ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ છે, પરંતુ વેપાર ખાધ સતત ચીનની તરફેણમાં વધી રહી છે.
આવી સ્થિતિમાં ચીન તરફથી આપવામાં આવેલી આ ખાતરી મહત્વપૂર્ણ છે. નવી દિલ્હીમાં ચીનના રાજદૂત શુ ફીહોંગે ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે.
ચીનની કંપનીઓ માટે સમાન તકો ઉપલબ્ધ કરાવો
ભારત અને ચીનના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠના અવસર પર 1 એપ્રિલે ચીનના સમાચાર પત્રમાં આપેલા ઈન્ટરવ્યુમાં ફીહોંગે ભારત સરકારને એમ પણ કહ્યું કે ચીનની કંપનીઓ માટે ભારતમાં સમાન તકો ઉપલબ્ધ કરાવવી જોઈએ. તેમણે બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોની હિમાયત કરતા કહ્યું કે તેનાથી બંને દેશોની સાથે એશિયા અને સમગ્ર વિશ્વને ફાયદો થશે.
ફીહોંગે કહ્યું, "2024માં ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું હતું. બંને દેશો વચ્ચે 131.48 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો." જો કે, તેમણે એ જણાવ્યું ન હતું કે પ્રથમ વખત આ સમયગાળામાં વેપારી ખાધ 100 અબજ ડોલરને વટાવી ગઈ છે. આ વેપારી ખાધ ચીનની તરફેણમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech