મેઈન લાઈનમાં લીકેજ હોવાના કારણે પાણી બંધ કરાયું હતુ
લગભગ છેલ્લા ૧૦ દિવસ થી ઓખા નગરપાલિકા દ્વારા ઓખામાં પાણી વિતરણને લઈ સમસ્યા ચાલી રહી છે.ત્યારે ઓખાના રહેવાસીઓ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ લગભગ છેલ્લા 10 દિવસ થી ઓખામાં પાણી વિતરણ કરાયું જ નથી
ઓખા નગરપાલિકામાં અવારનવાર પાણી, રોડ રસ્તા અને ગંદકીને લઈ પ્રશ્નો ઉઠતા હોય છે.ત્યારે હાલ છેલ્લા ૧૦ દિવસ થી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ઓખા નગરપાલિકા દ્વારા અમુક સમસ્યાઓને લઈને પાણી વિતરણ બંધ કરાયું હતું.
ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ કોટક સાથે આજકાલની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ઓખા નગરપાલિકાને પૂરું પાડતું પાણી પુરવઠાની સમસ્યાને લઈને ઘણા દિવસોથી પાણી વિતરણ બંધ હતું.પ્રમુખ દ્વારા પાણી પુરવઠાના અધિકારીઓને સૂચના આપી સમસ્યાનું નિરાકરણ કરાયું હતું,તેમના કહ્યા મુજબ હાલ તે સમસ્યાનું નિરાકરણ થઈ ચૂક્યું છે તેમજ ખાતરી આપતા જણાવ્યું કે આજ થી જ ઓખા નગરપાલિકા પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવશે.
ઓખા પાણી પુરવઠાના અધિકારી સાથે આજકાલની વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા ૧૦દિવસ થી પાણી વિતરણ કરાયું નથી કેમ કે આરંભડામાં આવેલ પાણીનો ટાંકો હાલ ઓખાને પાણી પુરૂ પાડે છે તેની મેઈન લાઈન લીકેજ / તૂટી પડવાના કારણે પાણી વિતરણ બંધ કરાયું હતું. તે સમસ્યાનું ગઈ કાલે જ સમાધાન થઈ ગયું છે એટલે ખાતરી આપી હતી કે આજ થી જ ઓખાવાસીઓને પાણી મળી રહેશે તેમજ પહેલાની જેમ દરરોજ દોઢ કલાક પાણી વિતરણ કરવામાં આવશે.
લોકો દ્વારા ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે માત્ર એક મેઈન લાઈન રીપેર કરવામાં ૧૦ દિવસનો સમયગાળો લાગવો એ પણ એક અચરજની વાત છે. નગરપાલિકા તેમજ પાણી પુરવઠાની આ એક આળસ પણ કહી શકાય.હાલ તો નગરવાસીઓ માટે આ સમસ્યાનું નિરાકરણ થઈ ગયું છે પણ વારંવાર આવતી નગરપાલિકાની સમસ્યાને લઈ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.જેથી વારંવાર આવીને આવી સમસ્યા ઉભી ન રહે તે માટે ઓખાના લોકોએ માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech