રેલનગરમાં નવનિર્મિત ટાંકા સાથે પાઇપ લાઈનનું જોડાણ કરવા તેમજ પમ્પીંગ સ્ટેશન ખાતે સંપ સફાઈની કામગીરી તેમજ સંપની અંદર પાઈપલાઈન રીપેરીંગની કામગીરીના કારણે આગામી શનિવારે વોર્ડ નં.૩(પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.
વિશેષમાં મહાપાલિકાની વોટર વર્કસ મેનેજમેન્ટ બ્રાન્ચના સિટી એન્જિનિયર એ જણાવ્યું હતું કે, રેલનગર-૧, રેલનગર -૨, સંતોષીનગર, પોપટપરા વિસ્તાર, અમૃત રેસીડેન્સી, નારાયણ નગર, શકિત સોસાયટી, આસ્થા ચોક, સરદાર પટેલ, ૫૩ કવાટર્સ, સુર્યા પાર્ક, ગંગોત્રી પાર્ક, રાધે પાર્ક, અર્પણા પાર્ક, શ્રીનાથજી પાર્ક, નાથદ્વારા સોસાયટી, રધુનંદન સોસાયટી, સમર્પણ પાર્ક, અમરનાથ પાર્ક, શિવમ પાર્ક, મુરલીધર પાર્ક, લોર્ડ ક્રિષ્ના પાર્ક, ધનશ્યામ રેસીડેન્સી, રામેશ્વર પાર્ક શેરી નં.૧ થી ૬, શિવ દર્ષ્ટિ, શીતલ પાર્ક ૧ અને ૨, સ્વામીનારાયણ રેસીડેન્સી, સદગુરૂ પાર્ક, મધુવન પાર્ક, રાધિકા રેસીડેન્સી, મોહન પાર્ક, પ્રમુખસ્વામી. સોસાયટી, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, દયાનંદ સરસ્વતી ટાઉનશીપ, વીર સાવરકર ટાઉનશીપ, સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ, મહર્ષિ અરવિંદ ટાઉનશીપ, લાલબહાદુરશાસ્ત્રી ટાઉનશીપ, ડો.હેડગેવાર ટાઉનશીપ, ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ, ભગીની નીવિદીતા ટાઉનશીપ વિગેરે તમામ ટાઉનશીપ, મિયાણાવાસ પોપટ પરા, ગોદામ સામે મફતિયાપરા, નાળા પાસે સંતોષી મફતિયાપરા, સેન્ટ્રલ જેલ, સુંદરમ સિટી, સુંદરમ ગોલ્ડ, અતુલ્યમ ગ્રીન તથા ધ સ્પેશ બિલ્ડીંગ & રત્નમ સ્કાય લાઇન (માધાપર ચોક) સુધીના તમામ વિસ્તારમાં આગામી શનિવારે એક દિવસ પાણી વિતરણ બંધ રહેશે