સંસદમાં સરકાર તરફથી આજે વકફ બોર્ડમાં સુધારાની માગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્રારા વકફ એકટ ૧૯૯૫માં સુધારા માટે વકફ(સુધારા) બિલ ૨૦૨૪ અને મુસ્લિમ વકફ એકટ ૧૯૨૩ને સમા કરવા માટે મુસ્લિમ વકફ બિલ ૨૦૨૪ લોકસભામાં રજૂ કરાયું. તેના પર સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. જેડીયુએ વકફ બિલનું ખુલ્લેઆમ સમર્થન કયુ છે જયારે કોંગ્રેસે ભારે વિરોધ કર્યેા છે.
સુપ્રિયા સુલેએ વકફ બિલ પર સરકારને ઘેરતાં કહ્યું કે સરકારની એક નવી કાર્યપ્રણાલી દેખાઈ રહી છે. તે સંસદથી પહેલા મીડિયાને જણાવે છે. આ બિલની જાણકારી અમને મીડિયાથી મળી. આ મામલે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ બિલ સકર્યુલેટ કરાયો છે. ૬ તારીખે લોકસભા પોર્ટલ પર તેને સકર્યુલેટ કરી દેવાયું હતું. તેના પર સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે બિઝનેસ એડવાઈઝરી કમિટીમાં પણ તેના પર ચર્ચા થઈ હતી. સુપ્રિયા સુલેએ આ દરમિયાન બાંગ્લાદેશની ઘટનાનો ઉલ્લેખ કર્યેાઅ ને કહ્યું કે આ બિલ હાલના સમયે જ કેમ લવાયું? વકફ બોર્ડમાં એવું તો શું થયું છે કે આ બિલ અત્યારે જ લાવવાની જરૂર પડી?
કેન્દ્રીયમંત્રી લલન સિંહે સંસદમાં વકફ બિલનું સમર્થન કયુ છે. લલન સિંહે વિપક્ષ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે આ બિલ મુસ્લિમો વિદ્ધ નથી. તે મંદિરની વાત કરે છે, અહીં મંદિરની વાત કયાં આવી? કોઈપણ સંસ્થા યારે નિરંકુશ થશે તો સરકાર તેના પર અંકુશ લાદવા માટે પારદર્શકતા લાવવા માટે કાયદો બનાવશે. આ તેનો અધિકાર છે. પારદર્શકતા હોવી જોઈએ અને આ બિલ તેના માટે જ છે. વિપક્ષ લઘુમતીઓની વાત કરે છે અને શીખોની કત્લેઆમ કોણે કરી હતી તે બધા જાણે છે.
ડીએમકે સાંસદ કનિમોઝી કણાનિધિએ કહ્યું કે આ બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન છે. કોઈ મંદિરની કમિટીમાં યારે કોઈ બિન હિન્દુ સભ્ય નથી તો વકફમાં કેમ? આ બિલ ખાસ કરીને એક ધાર્મિક ગ્રૂપને ટારગેટ કરે છે જે સમાનતાના કાયદાનું ઉલ્લંઘન કરે છે. આ બિલ સંપૂર્ણપણે મુસ્લિમો વિદ્ધ છે. આ દેશ સેકયૂલર દેશ છે જેમાં અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષાના લોકો રહે છે.
રામપુરથી સાંસદ મોહિબુલ્લાએ પણ વકફ બિલ અંગેની ચર્ચામાં ભાગ લેતાં કહ્યું કે ચારધામથી લઈને તમામ હિન્દુ મંદિરોમાં કમિટીઓ સંચાલન કરે છે. ગુદ્રારાની મેનેજમેન્ટ કમિટીમાં પણ સ્પષ્ટ્ર લખ્યું છે કે ફકત શીખ જ સભ્ય હશે તો પછી મુસ્લિમો સાથે જ અન્યાય કેમ? આપણે મોટી ભૂલ કરવા જઇ રહ્યા છીએ જેના લીધે સદીઓ સુધી ભોગવવાનો વારો આવશે. સરકારી વિભાગો હેક કરી લેવાયા છે, સરવે કમીશનના અધિકારો ખતમ કરી દેવાયા છે. આ અમારા ધમર્ને લગતો મુદ્દો છે, એટલા તેના પર નિર્ણય તમે કરશો કે અમે? આ અમારા ધર્મમાં દખલ કરવાના પ્રયાસો છે. જો આ બિલ પાસ થશે તો લઘુમતીઓ પોતાને સુરક્ષિત નહીં અનુભવે.
આ બિલ બંધારણની મૂળ ભાવના પર હત્પમલો: ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ નિયમ ૭૨ (૨) હેઠળ બિલની રજૂઆતનો વિરોધ કર્યેા અને કહ્યું કે આ બંધારણની મૂળ ભાવના પર હત્પમલો છે. તમે હિંદુઓ આખી મિલકત તમારા પુત્ર કે પુત્રીના નામે આપી શકો છો પરંતુ અમે એક તૃતીયાંશ જ આપી શકીએ છીએ. જો હિન્દુ સંગઠનો અને ગુદ્રારા પ્રબંધન સમિતિમાં અન્ય ધર્મના સભ્યોનો સમાવેશ થતો નથી તો વકફમાં શા માટે. આ બિલ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદભાવ કરે છે. વકફ મિલકત જાહેર મિલકત નથી. આ સરકાર દરગાહ અને અન્ય મિલકતો લેવા માંગે છે. સરકાર કહી રહી છે કે અમે મહિલાઓને આપીએ છીએ, મને ખાતરી છે કે તમે બિલકીસ બાનો અને ઝાકિયા જાફરીને સભ્ય બનાવશો. તમે દેશના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો. તમે મુસ્લિમોના દુશ્મન છો.
આ બિલ બંધારણ દ્રારા આપેલા ધર્મ અને મૂળભૂત અધિકારો પર સીધો હુમલો: કોંગ્રેસ
કોંગ્રેસે આ બિલ સામે વાંધો ઊઠાવતાં ભારે વિરોધ કર્યેા હતો. વિપક્ષ તરફથી કે.સી.વેણુગોપાલે વાંધો ઊઠાવતાં કહ્યું કે આ બિલ બંધારણ દ્રારા આપેલા ધર્મ અને મૂળભૂત અધિકારો પર સીધો હત્પમલો છે. આ બિલ બંધારણની મૂળ ભાવનાની વિદ્ધ છે. આ ઉપરાંત તેમણે સવાલ કર્યેા કે 'શું અયોધ્યાના મંદિરમાં કોઈ બિન–હિંદુ છે, શું કોઈ મંદિરની સમિતિમાં કોઈ બિન–હિંદુને રાખવામાં આવ્યો છે. વકફ પણ એક ધાર્મિક સંસ્થા છે. આ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.' કોંગ્રેસ નેતાએ કહ્યું કે તમે આ મુદ્દો ખાસ તો આવનારી હરિયાણા, જમ્મુ–કાશ્મીર, મહારાષ્ટ્ર્રની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ છંછેડો છે
વકફ બોર્ડ પર અનેક લોકોએ કબજો કરી લીધો છે: કિરેન રિજિજુ
કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલનો વિરોધ કરતી વખતે વિપક્ષ દ્રારા આપવામાં આવેલી દલીલો કયાંય ટકતી નથી. આ બિલમાં બંધારણની કોઈ જોગવાઈનો ભગં કરવામાં આવ્યો નથી. આ બિલ કોઈના અધિકારો છીનવી લેવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ જે લોકો વંચિતોને ન્યાય આપવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યેા. ભારત સરકારને બિલ લાવવાનો અધિકાર છે. વકફમાં સુધારા અંગેના બિલ બ્રિટિશ યુગથી આઝાદી પછી ઘણી વખત રજૂ કરાયા. આ કાયદો સૌપ્રથમ ૧૯૫૪માં લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આજે અમે જે સુધારો લાવવા જઈ રહ્યા છીએ તે વકફ એકટ ૧૯૫૫ છે જેમાં ૨૦૧૩માં સુધારો કરવામાં આવ્યો હતો અને તેમાં એવી જોગવાઈ દાખલ કરવામાં આવી હતી જેના કારણે અમારે આ સુધારો લાવવો પડો છે. ૧૯૫૫ના વકફ સુધારામાં જે પણ જોગવાઈઓ લાવવામાં આવી હતી, લોકોએ તેને જુદી જુદી રીતે જોઈ. એવું જાણવા મળ્યું છે કે જે હેતુ માટે ૧૯૫૫નો વકફ સુધારો લાવવામાં આવ્યો હતો તે હેતુ પૂરો થઈ રહ્યો નથી. તેમાં ઘણી ખામીઓ જોવા મળી છે. એ સુધારાથી ઈચ્છા પ્રમાણેના લયો પ્રા ન થયા એટલે આજે આ બિલ લાવવામાં આવ્યું છે. આપણે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ. આ બિલનું સમર્થન કરો, તમને કરોડો લોકોના આશીર્વાદ મળશે. કેટલાક લોકોએ વકફ બોર્ડ પર કબજો કરી લીધો છે. ગરીબોને ન્યાય મળ્યો નથી. ઇતિહાસમાં આ વાત નોંધાશે કે કોણે આનો વિરોધ કર્યેા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરાલી સળગાવવાનો દંડ બમણો કરાયો, 30,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
November 07, 2024 04:15 PMમગની દાળ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે, જાણો એક્સપર્ટ પાસેથી ડાયટમાં સામેલ કરવાની રીત
November 07, 2024 04:03 PMછઠ પૂજા વ્રતના પારણા કેવી રીતે થશે પૂર્ણ?
November 07, 2024 03:56 PMઆજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે, જાણો છઠ વ્રતની કથા અને પૂજાનું મહત્વ?
November 07, 2024 03:54 PMજૈન ધર્મના લોકો જમીનમાં ઉગેલી વસ્તુઓ કેમ નથી ખાતા? જાણો કારણ
November 07, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech