ભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન

  • April 18, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે પશ્ચિમ બંગાળની હિંસા પર નિવેદનબાજી કરી રહેલા બાંગ્લાદેશને આકરો જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાંગ્લાદેશે ભારતના આંતરિક મામલામાં દખલ દેવાની જગ્યાએ પોતાના દેશમાં લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.


હકીકતમાં, બાંગ્લાદેશની અંતરિમ સરકારના ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરીએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે ભારતે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસાથી પ્રભાવિત લઘુમતી મુસ્લિમોનું રક્ષણ કરવું જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ હિંસાને ભડકાવવામાં બાંગ્લાદેશનો કોઈ હાથ નથી.


હકીકતમાં બાંગ્લાદેશની અંતરિમ સરકારના ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે ભારતે તે લઘુમતી મુસ્લિમોની રક્ષા કરવી જોઈએ, જેઓ ગયા અઠવાડિયે બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસાથી પ્રભાવિત થયા છે. આ સાથે જ તેમણે આ વાતનો ઇનકાર કર્યો હતો કે આ હિંસાને ભડકાવવામાં બાંગ્લાદેશનો હાથ છે.


ભારતે શુક્રવારે આ નિવેદનનો સખત વિરોધ કર્યો છે. ભારતે કહ્યું કે બાંગ્લાદેશનું આ નિવેદન ધૂર્તતા અને કપટથી ભરેલું છે. તે પોતાના ત્યાં લઘુમતીઓના નરસંહારથી ધ્યાન ભટકાવવા માંગે છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું, "પશ્ચિમ બંગાળમાં થયેલી ઘટનાઓને લઈને બાંગ્લાદેશ તરફથી કરવામાં આવેલી ટિપ્પણીઓને અમે નકારીએ છીએ. બાંગ્લાદેશ આ પ્રકારના નિવેદન આપી રહ્યું છે, જ્યારે ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર કરનારા ગુનેગારો આઝાદ ફરી રહ્યા છે."


​​​​​​​


બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર આ વર્ષે 72 હુમલા

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી લઘુમતીઓ પર હુમલા વધી ગયા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ગયા મહિને સંસદમાં જણાવ્યું હતું કે 2024માં બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ શરૂ થયા બાદ લઘુમતીઓ પર ઉત્પીડનની 2400 ઘટનાઓ બની. આ વર્ષે અત્યાર સુધીમાં આવી 72 ઘટનાઓ બની ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application