રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા સરધાર-ભાડલા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં માતા અને પુત્રી સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ આ અકસ્માત કઈ રીતે થયો તે અંગે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતીની વાત કરીએ તો અલ્ટો કારમાં સવાર કુલ 8 કૌટુંબિક લોકો પૈકી માતા - પુત્રી સહિત 4 વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. અલ્ટોમાં સવાર 8 લોકો સરધાર પાસે આવેલ ભંડારિયા ગામનાં લગ્નમાંથી પરત ગોંડલ આવતા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech