અમેરિકા ટૂંક સમયમાં જ રશિયા-યુક્રેન શાંતિ સોદામાંથી પોતાને બહાર કરી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં જો રશિયા અને યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે કોઈ નક્કર પગલાં નહીં ઉઠાવે, તો અમેરિકા શાંતિના પ્રયાસો છોડી દેશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ શરૂ થયાને લગભગ 90 દિવસ વીતી ગયા છે. આ દરમિયાન અમેરિકા અને રશિયા વચ્ચે ઘણી વખત યુક્રેન યુદ્ધના સમાધાન પર વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ટ્રમ્પ પ્રશાસનને શાંતિ સ્થાપિત કરવામાં કોઈ ખાસ સફળતા મળી નથી.
શુક્રવારે પેરિસના પ્રવાસેથી પરત ફરતી વખતે રુબિયોએ કહ્યું કે, જો યુક્રેન યુદ્ધને ખતમ કરવું શક્ય નથી, તો અમેરિકાએ આગામી થોડા દિવસોમાં પોતાના પ્રયત્નો છોડી દેવા જોઈએ અને આગળ વધવું જોઈએ.
યુદ્ધ રોકવા માટે અમેરિકાએ શાંતિ યોજના રજૂ કરી
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે ગુરુવારે પેરિસમાં યુરોપીયન અને યુક્રેની નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક યુદ્ધને ખતમ કરવા માટે કરવામાં આવી રહેલા ટ્રમ્પ પ્રશાસનના પ્રયત્નોના ભાગ રૂપે આયોજિત કરવામાં આવી હતી.
આ બેઠકમાં અમેરિકાએ શાંતિ માટે એક યોજના રજૂ કરી હતી. અમેરિકી વિદેશ વિભાગ અનુસાર આ યોજનાને તમામ પક્ષોએ વખાણી છે. જો કે આ યોજનામાં શું સામેલ કરવામાં આવ્યું છે, તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
બેઠક બાદ રુબિયોએ કહ્યું કે તેઓ નક્કર સમજૂતી માટે પેરિસ આવ્યા છે. રુબિયોએ કહ્યું કે જો બંને પક્ષ એટલા દૂર છે કે સમજૂતીની કોઈ શક્યતા નથી, તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ ટૂંક સમયમાં કહેશે કે બહુ થયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech