હાલારની 6 ન.પા.માં કાલે મતદાન: આજે કતલની રાત

  • February 15, 2025 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાની જામજોધપુર 28, કાલાવડની 27, ધ્રોલ 24, દેવભૂમિ ની દ્વારકા 19, ભાણવડ 16, સલાયાની 28 બેઠકો માટે થશે મતદાન: ઉમેદવારો ડોર ટુ ડોર: ભાણવડની 8 અને દ્વારકાની 9, કાલાવડની 1 બેઠકો બિનહરીફ: ધ્રોલની ચાર બેઠકો પર ચુંટણી રદ: પોલીસનો લોખંડી બંદોબસ્ત: ત્રણ ન.પા.માં ત્રિપાંખીયો જંગ


સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં આવતીકાલે હાલારના બન્ને જિલ્લાની છ નગરપાલિકામાં મતદાનનો દિવસ છે, આજે કતલની રાત છે, ચુંટણીને સરળતાથી પાર પાડવા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રજાનો દિવસ હોવાથી મતદાનની ટકાવારી વધુ રહેવાની શકયતા દશર્વિવામાં આવી રહી છે. જામનગર જિલ્લાની ત્રણ અને દ્વારકા જિલ્લાની ત્રણ મળી કુલ છ ન.પા.માંથી ત્રણમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે જો કે સલાયામાં જંગ ચાર પાંખિયો છે, ગ્રામ્ય અને તાલુકા કક્ષાના રાજકારણ માટે મહત્વની મનાતી ચુંટણીઓમાં રાજકીય પક્ષોએ પુરી તાકાત લગાડી છે અને જિલ્લા કક્ષાના નેતાઓએ ચુંટણી પ્રચાર કયર્િ છે. કાલનો દિવસ મતદાર એક દિવસના રાજા તરીકે ભૂમિકા ભજવશે, જોવાનું એ છે કે કઇ ન.પા. પર મતદાતાઓ કોને પસંદ કરે છે...?


સ્થાનિક સ્વરાજયની છ ન.પા.ની ચુંટણી આવતીકાલે છે ત્યારે કુલ 142 બેઠકો પર 397 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. ખાસ કરીને દ્વારકામાં 9 બેઠકો, કાલાવડમાં 1, ભાણવડમાં 8 બેઠકો સહિત કુલ 18 બેઠકો બિનહરીફ થઇ ચુકી છે. ધ્રોલમાં વોર્ડ નં. 7માં કોંગ્રેસનાં ઉમેદવારનું નિધન થતાં આ વોર્ડની ચારેય બેઠકોની ચુંટણી હવે પછી યોજાશે.


ધ્રોલમાં 24 બેઠકો ઉપર 75 ઉમેદવારો નોંધાયા છે ત્યારે કોંગ્રેસ,ભાજપ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ થશે જો કે નવ બેઠકો ઉપર બ.સ.પા.નાં ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે. કાલાવડની એક બેઠક બીનહરીફ થતાં હવે 27 બેઠકો ઉપરથી 67 ઉમેદવારો ચુંટણી જંગમાં રહ્યા છે ત્યાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે સીધો ચુંટણી જંગ થઇ શકે. જામજોધપુરમાં 28 બેઠકો ઉપર 80 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે અહીંયા ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ર વોર્ડની 8 બેઠકો બિનહરીફ થઇ છે ત્યારે હવે 16 બેઠકો ઉપર 33 ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે જયારે દ્વારકામાં 8 બેઠકો બિનહરીફ થયા બાદ હવે 19 બેઠકો ઉપર 44 ઉમેદવારો મેદાનમાં છે જયારે સલાયામાં પણ ચોપાખીયો જંગ છે 28 બેઠકો ઉપર 98 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ, ભાજપ, ઓવીસી પાર્ટી અને આપનાં ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝુકાવ્યુ છે.


જામનગર જિલ્લામાં એક હજારથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે, કાયદાની સ્થિતિ જાળવવા માટે 60 કોન્સ્ટેબલ, 4 એસ.પી., 6 ડી.વાય.એસ.પી. ર પી.આઇ. અને 124 અન્ય પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લામાં 400 થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાતમાં રહેશે. 8 સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


આવતીકાલે બન્ને જિલ્લામાં સવારે 7 થી 6 દરમ્યાન મતદાન થવાનું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ગઇકાલ સાંજથી ડોર ટુ ડોર પ્રચાર શ કરી દેવામાં આવ્યો છે. ઓટલા મીટીંગ, ખાટલા મીટીંગ શ થઇ ચુકી છે અને એડીચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં જામવંથલીમાં પણ પેટા ચુંટણી યોજાઇ છે એવી જ રીતે ભરાણા, જુવાનપર,  બેઠકની તાલુકા પંચાયતની ચુંટણીઓ પણ યોજાનાર છે તા.18ના રોજ સવારે 9 વાગ્યે મત ગણતરી થનાર છે. આમ સમગ્ર હાલારમાં છ નગરપાલિકાની ચુંટણીનાં કારણે રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો આવ્યો છે.


ચુંટણીમાં કોઇ અચ્છનિય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા જામનગર જિલ્લામાં પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને દ્વારકા જિલ્લામાં પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ લોખંડી બંદોબસ્તનો એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. તમામ છ નગરપાલિકા વિસ્તારમાં પોલીસની ફલેગ માર્ચ યોજાઇ છે અને આવતીકાલના મતદાનનાં દિવસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


સ્થાનિક સ્વરાજયની ચૂંટણી 2025 અંતર્ગત દેવભુમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતેશ પાંડે દ્વારા દ્વારકા નગરપાલીકા ચૂંટણી અનુસંધાને તા.14 એટલે ગઇકાલે દ્વારકા શહેરના વિસ્તારમાં વોર્ડવાઇઝ સંવેદનશીલ તથા સામાન્ય બુથ ઉપર મુલાકાત લઇ તપાસ કરવામાં આવી તેમજ ચૂંટણી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દ્વારકા ટાઉનના તમામ વિસ્તારમાં તકેદારીના ભાગપે ફુટ પેટ્રોલીંગ તેમજ ફલેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એચ.ભટ્ટ તથા પીએસઆઇ અને એસઆરપી કંપનીના પીએસઆઇ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતાં. સલાયા નગરપાલીકાની ચૂંટણીને ઘ્યાને લઇ સલાયા મરીન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી દ્વારા મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી અને સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું જેમાં સલાયા મરીન પોલીસના પીઆઇ, પીએસઆઇ તેમજ અન્‌ય પોલીસ જવાનો હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application