આવતીકાલે રાજ્યની પાલિકા અને પંચાયતોની ચૂંટણી માં 1,962 બેઠકો માટે મતદાન યોજાશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે 10,439 પોલીસને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આવતીકાલે મતદાન માટે 36. 71 લાખ મતદારો ને મતાધિકારનો હક મળ્યો છે જે 10,168 ઉમેદવારોમાંથી 1,962 ઉમેદવારોને ચુટી કાઢશે.
રાજ્યમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી રવિવારે કુલ 4,033 મતદાન મથકો ઉપર યોજાશે, જે પૈકી કાયદો-વ્યવસ્થાની દષ્ટિએ 836 મથકો સંવેદનશીલ અને 153 મથકો અતિ સંવેદનશીલ છે, પરિણામે મતદાન ન્યાયી અને યોગ્ય તેમજ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવા કુલ 10,439 પોલીસ સ્ટાફનું ડિપ્લોય કરવામાં આવ્યા છે.
સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર વધારાના પોલીસ ફોર્સ સાથે પોલીસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઇ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 પૈકી 13 વોર્ડની પર બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ-7, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ-3 અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ બેઠકો ઉપર પેટા ચૂંટણી, 66 નગરપાલિકાઓની 1,844 પૈકી 1,677 બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી બોટાદ અને વાંકાનેર ન.પા.ઓની કુલ 72 પૈકી 49 બેઠકો ઉપર મધ્યસત્ર ચૂંટણી, જિલ્લા પંચાયતોની 9 પૈકી 8 બેઠકો ઉપર પેટા ચૂંટણી, ગાંધીનગર- કઠલાલ-કપડવંજ તાલુકા પંચાયતોની 78 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકાની 21 પૈકી 19 બેઠકો ઉપર પેટા ચૂંટણી તેમજ તાલુકા પંચાયતોની 91 પૈકી 76 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની છે. આમ કુલ 1,962 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે, જ્યારે કુલ 213 બેઠકો બિનહરીફ થઇ છે અને 3 બેઠકો ઉપર ચૂંટણી રદ થઇ છે, જ્યારે કુલ 10,168 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં જંગ લડી રહ્યાં છે. કુલ 36,71,449 મતદારો મતાધિકાર ધરાવે છે, જે પૈકી 18,73,213 પુરુષ, 18,01,184 સ્ત્રી અને 129 ત્રીજી જાતિના મતદારો છે.
આ ચૂંટણીમાં કુલ 173 ચૂંટણી અધિકારીઓ, 174 મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ 23,640 પોલિંગ સ્ટાફ નિશ્ચીત થયા છે.
આ તમામ મતદાન મથકો ખાતે આવતીકાલે સવારે 7થી સાંજેના 6 સુધી મતદાન યોજાશે. આ તમામ બેઠકો પરની મતગણતરી 18 મી ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech