BREAKING NEWS

ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજે રાત્રે ફ્રીઝ થશે વોટર લિસ્ટ, બહાર રહેતા લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે

  • October 27, 2025 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહાર પછી દેશભરના ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓ અપડેટ કરવામાં આવશે. ચૂંટણી પંચે આજે જાહેરાત કરી હતી કે આ રાજ્યોમાં મતદાર યાદીઓનું ખાસ સઘન પુનરાવર્તન (SIR) આવતીકાલે 28 ઓક્ટોબરથી શરૂ થશે. આ પ્રક્રિયામાં મતદાર યાદીઓ અપડેટ કરવાનો સમાવેશ થશે. નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે અને મતદાર યાદીઓમાં જોવા મળતી ભૂલો સુધારવામાં આવશે.


મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જાહેરાત કરી હતી કે આ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મતદાર યાદીઓ આજ રાતથી ફ્રીઝ કરવામાં આવશે.​​​​​​​

લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે, SIRના બીજા તબક્કા દરમિયાન બહાર રહેતા લોકો ઓનલાઈન ફોર્મ ભરી શકશે


12 રાજ્યોની યાદી, જ્યાં SIR થશે

ગુજરાત

રાજસ્થાન​​​​​​​

છત્તીસગઢ

ગોવા

કેરળ

લક્ષદ્વીપ

મધ્ય પ્રદેશ

પુડુચેરી

પશ્ચિમ બંગાળ

તમિલનાડુ

ઉત્તર પ્રદેશ

અંદમાન અને નિકોબાર​​​​​​​


21 વર્ષ પહેલાં હાથ ધરવામાં આવ્યો હતો છેલ્લો SIR

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) 21 વર્ષ પહેલાં હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બધા પાત્ર મતદારોને SIRમાં સામેલ કરવામાં આવશે અને અયોગ્ય મતદારોને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. CECએ વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પહેલાં SIR હાથ ધરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.


SIR ધરાવતા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે?

2026: પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી

2027: ગોવા, ગુજરાત, ઉત્તર પ્રદેશ

2028: છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન. અંદમાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં વિધાનસભા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application