ગુજરાત પ્રદેશ અધિવક્તા પરિષદના મહત્ત્વના સ્તંભ પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી કિશોરભાઈ કોટકનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે એડવોકેટ કિશોરકુમાર મૂળજીભાઈ કોટક (ઉંમર ૭૫) તે સ્વ મુળજીભાઈ વાલજીભાઈ કોટક તથા સ્વ નિર્મળાબેન મૂળજીભાઈ કોટકના પુત્ર તથા મંજુલાબેનના પતિ અને દિલીપભાઈ તથા એડવોકેટ રમેશભાઈના ભાઈ અને કીર્તિબેન ભગવાનભાઈ ગોપલાણી, નેહાબેન ભાર્ગવકુમાર ઠક્કર, અમરીષાબેન તેજસકુમાર ત્રિવેદીના પિતાશ્રી, તેમજ હર્ષભાઈ, તપનભાઈના મોટા બાપુજી તેમજ અમરેલી વાળા સ્વ.વિઠ્ઠલદાસ પોપટલાલ વસાણીના જમાઈ અને સ્વ. કિરીટભાઈ, વિજયભાઈ, પ્રદીપભાઈ,અતુલભાઇના બનેવી તારીખ 7/02/2026 શનિવારના રોજ શ્રીજીચરણ પામેલા હોય.. સદગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તારીખ 07/2/2026 ને શનિવારના સાંજે 5:00 થી 6:00 શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર, જૈન દેરાસર ચોક વેરાવળ ખાતે રાખેલ છે.
કિશોરભાઈ કોટક વકીલાતના વ્યવસાયમાં ૧૯૭૬થી જોડાયેલા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના જ એક ક્ષેત્ર અધિવક્તા પરિષદ સાથે ત્રણ દાયકાથી જોડાયેલા હતા. આ ઉપરાંત તેઓ ગુજરાત પ્રાંત અધિવક્તા પરિષદના પ્રાંત પ્રમુખ તરીકે તેમજ રાષ્ટ્રીય કક્ષાએ અધિવક્તા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે. કિશોરભાઈ કોટક અધિવક્તા પરિષદના અત્યાર સુધીના તમામ રાષ્ટ્રીય અધિવેશનમાં મહત્વની જવાબદારી સંભાળી ચુક્યા છે.
કિશોરભાઈ કોટકનો જન્મ તા.૧૨/૪/૧૯૫૧ના રોજ થયેલ હતો. તેઓ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સ્વંયસેવક હતા. તેઓએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં વિવિધ જવાબદારી સંભાળી ચુક્યા છે. કિશોરભાઈ કોટક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૦૦૨થી ૨૦૦૫ સુધી ગુજરાત સરકાર દ્વારા સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. કિશોરભાઈ કોટક સોમનાથ વેરાવળ ખાતે વિદ્યાભારતી દ્વારા સંચાલીત સરસ્વતી શિશુમંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત રહ્યા હતા. કિશોરભાઈ કોટક વેરાવળ ખાતેની જાણીતી એવી પીપલ્સ કો-ઓપરેટીવ બેંકમાં વર્ષો સુધી ડીરેક્ટર અને ચેરમેન જેવી મહત્વની જવાબદારી સંભાળી ચુક્યા છે.
કિશોરભાઈ કોટકની અંતિમયાત્રા આજે સવારે વેરાવળ ખાતે સવારે ૧૦-૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. પ્રભુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને શાંતિ આપે તેમજ તેના પરિવારને દુ:ખ સહન શક્તિ આપે તેવી આજકાલ પરિવાર દ્વારા દિલગીરી વ્યક્ત કરાઈ છે.