યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નવી વહીવટી ટીમના સભ્યોના નામોની સતત જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર્રપતિ જોન એફ. કેનેડીના ભત્રીજા રોબર્ટ કેનેડીને અમેરિકાના આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રમ્પે દેશના આગામી સ્વાસ્થ્ય મંત્રી તરીકે રોબર્ટ કેનેડી જુનિયરની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. જો કે કેનેડીની નિમણૂક સાથે જ વિરોધ પણ થવા લાગ્યો છે, અહી જણાવી દઈએ કે રોબર્ટ કેનેડી કોરોના વેકસીનના કટ્ટર વિરોધી રહી ચુકયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ભૂતપૂર્વ એકાઉન્ટ રોબર્ટ એફ પર એક સંદેશ પોસ્ટ કર્યેા. કેનેડીને આરોગ્ય અને માનવ સેવા વિભાગના સચિવ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરાત કરવાની સાથે ટ્રમ્પે કહ્યું હતું કે કોઈપણ સરકારની સૌથી મોટી જવાબદારી તેના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાની હોય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, હત્પં રોબર્ટ એફ. કેનેડી જુનિયરને અમેરિકાના આરોગ્ય વિભાગની જવાબદારી સોપી રહ્યો છુ. ઘણા લાંબા સમયથી, અમેરિકન લોકો ખાધ ઉધોગ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્રારા છેતરપિંડી અને ખોટી માહિતીનો ભોગ બન્યા છે. જેઓ જાહેર આરોગ્યની બાબતોમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. તમામ અમેરિકનોની સલામતી અને આરોગ્ય એ કોઈપણ વહીવટની સૌથી મહત્વની જવાબદારી છે, અને આ મંત્રાલય જોખમી રસાયણો, પ્રદૂષકો, જંતુનાશકો અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોથી દરેકને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રોબર્ટ કેનેડી ફરીથી વૈજ્ઞાનિક સંશોધન માટે ઉચ્ચ ધોરણો સ્થાપિત કરશે અને આ વિભાગોમાં પારદર્શિતા લાવશે, લાંબા સમયથી ચાલતા રોગોનો સામનો કરવા અને અમેરિકાને ફરીથી મહાન અને સ્વસ્થ બનાવશે
રોબર્ટ કેનેડીએ નિમણૂક સામે વિરોધ શા માટે
ડોનાલ્ડ ટ્રમ્પ વતી, રોબર્ટ એફ. કેનેડી યુનાઇટેડ સ્ટેટસના આરોગ્ય પ્રધાન તરીકે નિયુકત થયા. આ ઘોષણા પછી તરત જ કેનેડી સામે વિરોધ શ થયો. નોંધનીય છે કે રોબર્ટ કેનેડી સમગ્ર વિશ્વમાં રસીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે આ રસી ઓટીઝમ અને અન્ય રોગોનું જોખમ ઉભી કરી શકે છે. એકસપટર્સનું કહેવું છે કે ટ્રમ્પે પોતાની ટીમમાં એક એવી વ્યકિતને સામેલ કરી છે જેના વિચારો લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. રોબર્ટ એફ. કેનેડી જુનિયર વિશ્વના સૌથી શકિતશાળી રાજકીય પરિવાર સાથે સંબધં ધરાવે છે. તેઓ યુએસના દિવંગત એટર્ની જનરલ રોબર્ટ એફના પુત્ર છે.અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ જોન એફ કેનેડીના ભત્રીજા છે. રોબર્ટ કેનેડી જુનિયરને વિશ્વના સૌથી મજબૂત એન્ટિ–વેકિસન એકિટવિસ્ટ માનવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech