વિજય વર્માએ ફેલાવી પોતાના જ મૃત્યુની અફવા, ભૂલ સમજાતા માફી માગી

  • August 08, 2024 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણીવાર સેલેબ્સ પણ આવી ભૂલો કરે છે. જેના કારણે તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. ફિલ્મ 'ડાર્લિંગ' માં આલિયા ભટ્ટના પતિ 'હમઝા અબ્દુલ શેખ'નું પાત્ર ભજવનાર એક્ટર વિજય વર્માએ આવુ જ કર્યું છે. તાજેતરમાં, ફિલ્મના 2 વર્ષ પૂર્ણ થવા પર, તેણે સોશિયલ મીડિયા પર પોતાના મૃત્યુની પોસ્ટ કરી. આ વાંચીને ફેન્સ પણ ડરી ગયા હતા.
વિજય વર્મા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે. 1.3 મિલિયન ફોલોવર્સ છે. તેણે ફિલ્મના પાત્ર સાથે સંબંધિત એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો ફિલ્મ 'ડાર્લિંગ'ના પાત્ર હમઝાનો હતો. જે ફિલ્મમાં મૃત્યુ પામે છે. ફિલ્મના બે વર્ષ પૂરા થવા પર તેણે ફિલ્મ જેવી જ સ્ટાઇલમાં પોસ્ટ કરી હતી.
વિજય વર્માની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ. એકે લખ્યું, હું થોડી ક્ષણો માટે ડરી ગયો હતો. બીજાએ ટિપ્પણી કરી, 'જાહેરાતની રીત થોડી ઘાતક છે. અન્ય એક લખે છે, મને હળવો મિની એટેક આવ્યો હતો.
આ પછી વિજય વર્માએ સામે આવીને માફી માગવી પડી હતી. કોમેન્ટ બોક્સમાં તેણે સોરી લખ્યું, સોરી મિત્રો. મારો ઈરાદો કોઈને દુઃખી કરવાનો કે, કોઈને ડરાવવાનો નહોતો. આ માત્ર ફિલ્મનો સ્ક્રીનશોટ હતો. આ ફિલ્મ ડાર્ક કોમેડી હતી અને આ પોસ્ટ પણ...
'ડાર્લિંગ્સ' એક બ્લેક કોમેડી ફિલ્મ છે જેનું નિર્દેશન જસ્મીત કે રીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિજય વર્મા, આલિયા ભટ્ટ અને શેફાલી શાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લીક્સ પર 5 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application