રેકોર્ડબ્રેક એમઓયુ સાથે વાઈબ્રન્ટનું સમાપન

  • January 12, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકસિત ભારત ૨૦૧૪૭ના રોડ મેપ સાથે આઝાદીના અમૃતકાળની યોજાયેલી પ્રથમ સિરીઝ અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી આવૃત્તિનું આજે ભવ્ય સમાપન મહાત્મા મંદિર ખાતે થયું હતું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મત્સ્ય ઉધોગ અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુષોત્તમ પાલા સહિત કેન્દ્રીય મંત્રીઓને રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીમંડળના મંત્રીઓની વિશેષ હાજરીમા યોજાયો હતો.

આ વખતે યોજાયેલી ગ્લોબલ સમિટમાં વિશ્વના સવાસો કરતાં પણ વધુ દેશોમાંથી પાર્ટિસિપેશન્સ આવ્યું હતું તેમજ કુલ ૩૫ દેશો સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. ઉલ્લ ેખનીય છે કે સમિટના ઉધ્ઘાટન પ્રસંગે યુએઇના રાષ્ટ્ર્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મહંમદ બિન ઝાયેદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને પહેલીવાર તેમણે જાહેર મચં પરથી સંબોધન પણ કયુ હતું. આ ઉપરાંત માઁઝાબિક અને તિમોર લિસ્ટેના રાષ્ટ્ર્રવડાઓ અનેક દેશોના રાજદ્રારીઓ પણ ઉધ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષની વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ એમઓયુનાને રોકાણના તમામ આંકડાઓના વિક્રમ તોડી નાખશે તેવું જણાઇ રહ્યું છે.વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં આ વખતે બધા સંભવિત એમઓયુથી રોકાણના સરવાળાનાં કુલ આંકડો અભૂતપૂર્વ બને તેવી શકયતા જોવામાં આવી રહી છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે ૧૦.૩૧ લાખ કરોડ પિયાના ૨૩૪ એમઓયુ પર સહી કરી છે. આ કંપનીઓ રાયમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે જેનાથી ૧૨.૮૯ લાખ નોકરીનું સર્જન થશે એવો દાવો કરવામાં આવ્યો છે.

૩ જાન્યુઆરીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પિયા ૭ લાખ કરોડનાં એમઓયુ પર સહી કરવામાં આવી હતી. રાય સરકાર પ્રમાણે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં એમઓયુ પર સહી થઈ હોય તેવી પ્રથમ ઘટના છે.

દર બે વર્ષે યોજનાર વીજીજીઆઇએસએ ૨૦૦૩થી ૨૦૧૯ સુધી ૧,૦૪,૮૭૨ એમઓયુ કયા છે. જેમાંથી નવેમ્બર ૨૦૨૧ પ્રમાણે ૭૦,૭૪૨ પ્રોજેકટ પૂર્ણ થયા છે, યારે ૩,૬૬૧ કમિશન સ્ટેજ પર છે. એટલે કે સરકારી આંકડા પ્રમાણે ૬૭.૪૫% જેટલા પ્રોજેકટ શ થઈ ચૂકયા છે અથવા તો શ થવાના છે.
જોકે સપ્ટેમ્બર ૨૦૨૩માં અમદાવાદના સાયન્સ સિટીમાં આ સમિટ વિશે વાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ સમિટ માત્ર રાયની બ્રાન્ડ માટે નહીં પરંતુ બોન્ડ માટેની છે.

જોકે વીજીજીઆઇએસ કેટલી સફળ છે તેનો કોઈ એક જવાબ મળતો નથી કારણ કે તેમાં સહી કરાયેલાં એમઓયુ, રોકાણની રકમ, રોજગારની તકો વગેરે પર અનેકવાર સવાલ ઊભા થયા છે.વીજીજીઆઇએસના સમજુતી કરારમાં નોંધાયેલી રોકાણની રકમ ૨૦૧૧ પછી જાહેર કરવામાં નથી આવી.

જોકે એમઓયુની જગ્યાએ તે બાદની સમિટમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સ અને સ્ટ્રેટજિક પાર્ટનરશિપ ઇન્ટેન્શન્સ (વ્યૂહાત્મક ભાગીદારીના ઇરાદા) જેવા શબ્દોએ લઈ લીધી હતી. સરકારી આંકડા પ્રમાણે ૨૦૦૩થી ૨૦૧૧ સુધીમાં કૂલ ૧૭,૭૦૫ પ્રોજેકટ માટે એમઓયુ પર સહી કરવામાં આવી હતી.

જેમાંથી નવેમ્બર ૨૦૧૧ પ્રમાણે ૧,૯૦૭ પ્રોજેકટ પૂર્ણ થયા હતા અને ૧,૭૧૦ પ્રોજેકટ પ્રોસેસમાં હતા. આ આંકડા પ્રમાણે જે તે સમયે પૂર્ણ થયેલા પ્રોજેકટની ટકાવારી ૧૦.૭૭ ટકા યારે પ્રોસેસમાં હતા તેવા પ્રોજેકટની ટકાવારી લગભગ ૯.૬૮ ટકા હતી. જોકે ત્યારબાદ રાય સરકારે કયારેય રોકાણની રકમ અને પ્રોજેકટની સંખ્યાની વિગત બહાર પાડી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News