સુરતના આંગણે આજથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ
સુરતના આંગણે આજથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ
May 01, 2026 04:21 PM
સુરત ફરી એકવાર વિકાસ અને નવીનતાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરી તથા જલ શકિત મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી ૧ અને ૨ મે, ૨૦૨૬ દરમિયાન સુરતની આરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ના ત્રીજા સંસ્કરણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ એકિઝબિશન દરરોજ સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૦૦ સુધી ખુલ્લું રહેશે. વ્યવસાયિક મુલાકાતીઓ ૧ મે થી આવી શકશે, યારે સામાન્ય જનતા માટે ૩ થી ૫ મે દરમિયાન પ્રવેશ ખુલ્લો મૂકવામાં આવશે. મુલાકાતીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈવ ડેમો અને દૈનિક લકી ડ્રો જેવા આકર્ષણો પણ રાખવામાં આવ્યા છે. રાયના સવાગી વિકાસને નવી ઐંચાઈએ લઈ જવાના ધ્યેય સાથે આ કોન્ફરન્સનું આયોજન વિકસિત ભારત૨૦૪૭થ ના દ્રષ્ટ્રિકોણ હેઠળ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતની ઔધોગિક ક્ષમતાને વૈશ્વિક મચં પૂરો પાડવાનો અને સ્થાનિક ઉધોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. કોન્ફરન્સની સાથે જ ૧ થી ૫ મે દરમિયાન ભવ્ય પ્રદર્શન નું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે ૧૨,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં એમ એસ એમ ઈ થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ સુધીના એકમો પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે.દક્ષિણ ગુજરાતના વિકાસમાં આ કોન્ફરન્સ એક નવું સીમાચિ઼ સાબિત થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે