અમરેલીના લેટરબોમ્બની આગ પાટીદાર સમાજમાં હજુએ સળગી રહી છે, પાટીદાર દીકરીને આરોપી બનાવી રિ-ક્ધટ્રક્શનના નામે પોલીસે ભાજપ્ના જ ઈશારે સરઘસ કાઢ્યું હોવાની વાતને લઈને પાટીદાર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમરેલી ખાતે ખોડલધામ સમિતિના ટ્રસ્ટીઓની એક બેઠક મળી હતી. જેમાં પાટીદાર દીકરીને આરોપ મુક્ત કરી જેલમાંથી છોડાવવા માટેની ચચર્િ કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વેકરિયાને વચલો રસ્તો કાઢવા માટેનું જણાવી વાતચિત કરી હતી પરંતુ વેકરીયા પોતાની જીદ ઉપર અડગ રહ્યા હતા. જેના કારણે સમાધાન ફોર્મ્યુલા અટકી હતી અને મિટિંગનો દૌર આગળ વધ્યો નહતો. પરંતુ ઉપસ્થિત પાટીદાર અગ્રણીઓ દ્વારા બનાવ અંગે ટીકાઓ કરવામાં આવી હતી. બેઠકમાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરદારના સરકાર બનાવનારા શિખંડીઓની જમાતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે એક નિર્દોષ અબળાનીની ભરબજારે આંબળું કાઢી સત્તા સામાજિક શ્રેષ્ઠિઓ હજુ પણ અકળ મૌનથી સાંભળી રહ્યા છે. આ બધા સમાજના આગેવાનો છે કે સરકારના એજન્ટ ? વધુમાં જણાવ્યું હતું કે, અસલી લેટર, નકલી ફરીયાદ ભાજપ્ના આગેવાને ભાજપ નેતૃત્વને લખેલા પત્રને નકલી ઠેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ, દારુની રેલમછેલ, રેતી ખનન, કોન્ટ્રાક્ટમા કમીશન, પોલીસના હપ્તામા ભાગીદારી સહિતના મુદ્દાઓ તો અસલી જ લાગે છે. તેમ ધાનાણીએ શાબ્દિક ચાબખા માયર્િ હતા.
અમરેલીના પાટીદાર અગ્રણી ઘનશ્યામ સાવલિયાએ પણ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના મોટાભાગના કહેવાતા અગ્રણીઓ ભાજપ સરકારના એજન્ટ બની ગયા છે, ભલે ગમે તે હોઈ દંડકનું ડિંડક ચાલવા નહીં દઈએ, પોતે પણ પાટીદાર હોવા છતાં સત્તાના મદમાં સમાજની દીકરીનું સરઘસ કઢાવ્યું એ લાંછનની બાબત છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, અમરેલી પાટીદાર સમાજનો મોટો હિસ્સો ધરાવે છે પરંતુ બેઠકમાં પાટીદારોની પાંખી હાજરીથી અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. હાલની સ્થિતિ જોતા અમરેલીના લેટરબોમ્બની આગ ભાજપ્ને ક્યાંકને ક્યાંક દઝાડશે એ નક્કી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech