27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર ટ્રેન દર શુક્ર અને રવિવારે મોડી થશે

  • May 27, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ડિવિઝનના રાજકોટ- બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225નાં ગર્ડર બદલવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવનાર હોવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ- ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન 27 જૂન, 2025 સુધી સપ્તાહમાં બે દિવસ પ્રભાવિત રહેશે.

જેની વિગતવાર માહિતી મુજબ, ટ્રેન નં. 19120 વેરાવળ- ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ 30.05થી 27. 06. 2025 સુધી દર શુક્રવારે અને રવિવારે વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 7:30 વાગ્યાને બદલે 1 કલાક 15 મિનિટ મોડી એટલે કે 8:45 વાગ્યે ઉપડશે.ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


29 અને 30 મે બે દિવસ રાજકોટ-ભુજ સ્પે.ટ્રેન રદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સામાખીયાળી- ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર એએફટીપીએલ સાઈડિંગની નોન-ઈન્ટરલોકિંગ કનેક્ટિવિટીના કમિશનિંગ કાર્ય માટે બે દિવસ બ્લોક લેવામાં આવનાર હોવાથી તા. 29 અને 30 મે, 2025 ના રોજ રાજકોટથી ઉપડતી ટ્રેન નંબર 09445 રાજકોટ- ભુજ સ્પેશિયલ અને ભુજથી ઉપડતી ટ્રેન નંબર 09446 ભુજ- રાજકોટ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application