સલાયામાં ચૈત્રી નવરાત્રિમાં વિવિધ કોમ્પીટીશન

  • April 16, 2024 10:22 AM 

50 જેટલી બહેનોએ ભાગ લીધો


સલાયા લોહાણા મહાજન દ્વારા છેલા 9 વર્ષથી ચૈત્રી નવરાત્રી ઉજવાઈ છે જેમાં માત્ર બહેનો રાસ ગરબા રમે છે. અને માતાજીની સ્તુતિ કરે છે. આ ગરબીમાં જુદા જુદા કોમ્પિટીશનમાં 50 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં આરતીની થાળીની સ્પર્ધા, રાસ ગરબાની સ્પર્ધા,તેમજ ડ્રેસ કોમ્પિટીશન રાખવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે ખંભાળિયા નગર પાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી,કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા,લાયન્સ ક્લબ ખંભાળિયાના પ્રમુખ નિમિષાબેન નકુમ,રઘુવંશી અગ્રણી સોનલબેન કાનાબાર,બ્રહ્મસમાજ ના અગ્રણી ડિમ્પલબેન સાતા એ સેવા આપી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર બહેનોને સિલ્ડ તેમજ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આમ આસો નવરાત્રીની ઉજવણી બધી જગ્યાએ થતી હોઈ છે પરંતુ ચૈત્રી નવરાત્રિમાં ગરબાનું આયોજન સલાયામાં થતું હોઈ આજુબાજુના ગામમાંથી પણ બહેનો અહી રમવા આવે છે. આ સમગ્ર આયોજન લોહાણા મહાજન ની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application