વંદે ભારત ટ્રેન ફરી નિશાના પર, કેરલમાં ૧૦ મિનિટ સુધી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરો ભયભીત

  • August 23, 2023 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેરળમાં ટ્રેનો પર પથ્થરમારો અને હત્યાની ઘટનાઓ વધી રહી છે. કોંગ્રેસે રેલ યાત્રા દરમિયાન મુસાફરોની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે. કેરળ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે સરકાર પાસે કડક પગલાં લેવાની માંગ કરી છે. કેરળ પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા ડરશે.

કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ટ્રેનોમાં સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે. હત્યાથી લઈને આગચંપી સુધી. ટ્રેનો પર પથ્થરમારાના ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તાજેતરના કિસ્સામાં, વંદે ભારત ટ્રેન પર ૧૦ મિનિટ સુધી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી ટ્રેનના મુસાફરો ચોંકી ઉઠા છે. કેરળમાં લોકો ટ્રેનની મુસાફરીને લઈને પરેશાન થવા લાગ્યા છે. ત્યાં જ મામલો રાજકીય બની ગયો છે. વિપક્ષ કોંગ્રેસે ટ્રેનો પર પથ્થરમારાની વધતી ઘટનાઓને કારણે રેલ યાત્રા દરમિયાન સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ, કાસરગોડ જિલ્લામાં, હોસદુર્ગ પોલીસે શંકાસ્પદ સંજોગોમાં રેલ્વે ટ્રેક નજીક ફરતા લગભગ ૫૦ લોકોની અટકાયત કરી છે. રાજધાની એકસપ્રેસ સોમવારે ઉત્તર કેરળ જિલ્લામાં કજાનગઢ અને નીલેશ્વર વચ્ચે હતી ત્યારે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તાજેતરની ઘટના મલપ્પુરમ જિલ્લામાં બની હતી યાં સાંજે લગભગ ૫.૧૦ વાગ્યે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો યારે તે તનુર અને તિર વચ્ચે હતી

૫૦ લોકો હિરાસતમાં લેવાયા
મુરલીધરને કહ્યું, પમુખ્યમંત્રીએ આ અંગે કડક સૂચના જારી કરવી જોઈએ. જે પણ જવાબદાર હોય તેની ધરપકડ કરીને કાયદાની સામે લાવવામાં આવે. કાસરગોડમાં, પોલીસ અધિકારીઓએ સવારે કાજાનગઢ નજીક રેલવે ટ્રેકનું નિરીક્ષણ કયુ. જિલ્લા વહીવટીતંત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન, શંકાસ્પદ સંજોગોમાં ફરતા લગભગ ૫૦ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application