સની દેઓલ પર મરતી હતી સુનિધિ

  • August 20, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટોપ સિંગરે ભરી મહેફિલમાં પ્રેમનો કર્યો હતો એકરાર
‘ઢાઇ કિલો કા હાથ’ ડાયલોગ સાંભળતાની સાથે સની દેઓલની યાદ આવી જાય છે. આ ડાયલોગ આજે પણ દબંગ ઇમેજ ક્રિએટ કરી છે. અહી વાત કરવી છે એક પ્રેમના એકરારની.
‘ઢાઇ કિલો કા હાથ’... સની દેઓલે આ ડાયલોગથી લોકોનું દિલ જીતી લીધું હતુ.ગદર ફિલ્મ હોય કે ત્રિદેવ, જેમાં સની દેઓલનો માચો મેનની ભૂમિકા નિભાવી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે સની દેઓલ એનાં ક્યૂટ લુક અને આંખોથી હજારો છોકરીઓનું દિલ જીતી લીધું હતું.એમની ડેબ્યુ ફિલ્મની જેને જોઇને હજારો છોકરીઓ એમની પર ફિદા ગઇ હતી. એમાંથી એક બોલિવૂડની સિંગિંગ સેન્સેશન સુનિધિ ચૌહાણ પણ છે. આ વાતનો ખુલાસો સુનિધિ ચૌહાણે પોતે એક શો દરમિયાન કર્યો હતો.
સુનિધિ ચૌહાણનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની દેઓલ ધર્મેન્દ્ર અને પ્રીતમ જેવા કલાકાર મંચ પર બેઠેલા છે. આ દરમિયાન સુનિધિ ચૌહાણ સની દેઓલને કહે છે કે બેતાબ જોઇને તમે મારો પહેલો ક્રશ થઇ ગયો હતો. તમારી આંખો અને સાઇડ પ્રોફાઇલ જોઇને હું નહીં હજારો છોકરીઓ દિલ દઇ બેઠી હતી અને આજે પણ તમે મારા ક્રશ છો. આ સાંભળીને સની દેઓલ બ્લશ કરવા લાગે છે અને ધર્મેન્દ્ર પણ સ્માઇલ આપવા લાગ્યા. 1983માં સની દેઓલની ફિલ્મ બેતાબ રિલીઝ થઇ હતી. આમાં સની દેઓલની સાથે અમૃતા સિંહે આઇકોનિક રોલ પ્લે કર્યો હતો. આ સની દેઓલની ડેબ્યુ ફિલ્મ હતી, જે 5 ઓગસ્ટ 1983નાં રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મનાં ગીતે જબ હમ જવાં હોંગે, તુમને દી આવાજ લો મેં આ ગયા આજે પણ આઇકોનિક છે. આમાં સની દેઓલે રોમેન્ટિક હીરોની ભૂમિકા નિભાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application