વડિયામાં થતા વિકાસ કાર્યેા રાજકીય નેતાઓના પાપે અને અધિકારીઓના અણધણ વહીવટના કારણે રોજ નવા વિવાદને જાણે જન્મ આપતો હોય તેમ જાણે ભ્રષ્ટ્રાચાર માજા મુકતો જાય છે અને બીજી બાજુ ચોક્કસ લોકોને વિકાસના ફળ થી વંચિત રાખવા અધિકારીઓ દ્રારા સ્થળને જોયા કે જાણ્યા વગર મંજૂરી આપી દેવામાં આવે છે. જેથી ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી શકાય અને પોતાના મળતીયાઓને લાભ આપી શકાય. વડિયાના સુરગપરા વિસ્તારના આવેલા ધાર ના ભાગમાં જિલ્લ ા પંચાયત પ્રમુખની પિયા ત્રણ લાખની ગ્રાન્ટ માથી બ્લોક રોડ બનાવવામાં આવી રહ્યો છે. ગ્રાન્ટ જિલ્લ ા પંચાયતની છે. વર્ક ઓડર ગ્રામ પંચાયતના નામે છે. કામગીરી તાલુકા પંચાયત સદસ્ય કરી રહ્યા છે. આ રોડની મંજૂરી જ એવી રીતે આવી કે અડધી શેરીએથી રોડની કામગીરી શ થાય તેનું કારણ એક જ હતુ કે શેરીની શવાતના પ્રથમ ઘરના લોકોને આ રોડની સુવિધાઓથી વંચિત રાખવાના છે કારણ કે તેને નેતાજી ને મત આપ્યા નહિ હોય ? તેથી આ રોડ શ થતી શેરીમાથી એક ઘર બાદ કર્યા પછી બીજા ઘરથી મંજુર થયો આ છે અધિકારીની સૌનો સાથ ચોક્કસ લોકોનો વિકાસનું નવુ સૂત્ર. આ રોડમાં એક પરીવારને વિકાસથી વંચિત રાખવામાં આવતા રોડની કામગીરી શરૂ કરવામા આવી ત્યારે ભારે હોબાળો પણ મચ્યો પણ પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સરકારના આ અધિકારી કે નેતાઓ કોઈ સાંભળ્યું જ નહિ અને અંતે રોડ બની ગયો. ત્યારે હવે શું આ રોડ મંજુર કરનાર અધિકારીએ જાણી જોઇને આ અડધી શેરીએ રોડ મંજુર કર્યેા હશે ? સ્થળ જોયા વગર મંજૂરી આપી દેવામાં આવી હશે ? મંજૂરી સમયે કોઈ સ્થાનિક પાસાને કે વિકાસના આયોજનને ધ્યાનમાં રખાયું નહિ હોય ? કે પછી અધિકારીઓ અને નેતાઓની મીલી ભગતથી ચોક્કસ લોકોને વિકાસથી વંચિત રાખવાનું ષડયત્રં રચાયું હતુ ? સ્થાનિકો તો એવું કહી રહ્યા છે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં નેતાજીનો વિજય થતા વરઘોડો નીકળ્યો તેમાં આગળની હરોડમાં ડિસ્કો કરતા સમાર્થકનું ઘર આ રોડમાં કોઈ પણ છેડેથી રોડ શ કરે તો બાકી રહી જતુ હતું તો તેની લાગણીના દુભાય એટલે શેરીમાં વસવાટ કરતા પેહલા ઘરને કાપીને પછી રોડ શરૂ કરાયો જો આવો પક્ષપાત કરવો હોય તો આવો વિકાસ અમારે જોઈતો નથી. આવા વંચિત વિકાસના મોડેલ બાબતે હવે અમરેલી જિલ્લ ા કલેકટરને જિલ્લ ા વિકાસ અધિકારીએ તટસ્થ તપાસ કરી આ રોડની ગુણવતા તપાસી સાથે જો ચોક્કસ લોકોને વિકાસથી વંચિત રાખવાનું ષડયત્રં રચનાર અધિકારી પર કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ કામના પેમેન્ટ ને પણ અટકાવવું જોઈએ તેવી લોક માંગણી જોવા મળી રહી છે.