કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પત્ર પાઠવી આંતકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કડક પગલાં લેવા માંગણી
જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ ઉપર થયેલ આંતકવાદીઓના હુમલાના વિરોધમાં જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા દ્વારા કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી આ અંગે કડક કાર્યવાહી કરી આંતકવાદીઓ વિરુદ્ધ સખત પગલા લેવા પણ માંગણી કરવામાં આવી હતી.
તાજેતરમાં 9 જૂન ના રોજ જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી કટરા થી શિવખોડી જતી વખતે હિન્દુ શ્રદ્ધાળુઓ ની બસ ઉપર પાકિસ્તાન પોશિત ઈસ્લામિક જેહાદી આંતકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં 10 નિર્દોષ હિંદુ તીર્થયાત્રીઓ ના મૃત્યુ થયા હતા. જેને લઇ સમગ્ર દેશવાસીઓ આઘાતમાં છે આ દુષ્કૃત્ય ને લઇ સમગ્ર દેશ માં તીવ્ર રોશની લાગણી છવાય છે. જમ્મુ કાશ્મીર માં લાંબા સમયથી પાકિસ્તાન આશ્રિત આતંકવાદ ને સમગ્ર ભારત દેશ સહન કરી રહ્યો છે. કલમ 170 હટયા બાદ એક આશા ની જ્યોત જાગી હતી પરંતુ ઉગ્રવાદીઓ નું મનોબળ હજુ સુધી ઘટ્યું નથી હિન્દુઓ ની હત્યા ની ઘટનાઓ વધી છે. આ સમગ્ર ઘટનાઓ પાછળ પાકિસ્તાનીઓ નો હાથ છે દેશમાં નવી સરકાર ના શપથ બાદ આ પ્રકાર ની ઘટના દ્વારા ઈસ્લામિક આતંકવાદીઓ એ દેશની અખંડિતતા ને પડકાર આપ્યો છે.
બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મૃત્યુ પામેલ હિન્દુ તીર્થયાત્રીયો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે આ સાથે આ ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવાની સાથે આવી ઘટનાઓ વિરુદ્ધ સંપૂર્ણ પણે નિયંત્રણ લાવવા માટે નિર્ણાયક અને સખત પગલાં લેવા કેન્દ્ર સરકારને આદેશ કરવા તથા આ પ્રકારના તત્વોને સંરક્ષણ આપતાં આંતરિક વિદેશી તત્વો નો પણ કઠોરતાપૂર્વક ઈલાજ થાય તેવી કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. બજરંગ દળ દ્વારા પૂતળાં દહન દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લો તથા બજરંગ દળ દ્વારા આ અંગે આવેદનપત્ર પાઠવ્યુ હતું.
વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા ઉપાધ્યક્ષ સુબ્રહ્મણીયમ પિલ્લે, વિભાગ સહામંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જિલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા, બજરંગ દળ સહ સંયોજક ભૈરવ ચાંદ્રા, બજરંગ દળ સહસંયોજક ધ્રુમિલ લંબાટે, જિલ્લા સહમંત્રી રસિકભાઈ અમરેલીયા, ખાસ સંપર્ક પ્રમુખ કલ્પેનભાઈ રાજાણી, બલોપાસ ના પ્રમુખ મિહિર સિખલિયા સહિતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech