ઘણી વાર સાંભળ્યું હશે કે ડુંગળીનો રસ વાળ માટે કેટલો ફાયદાકારક છે. શું જાણો છો કે તેનો ઉપયોગ કરીને શિયાળામાં વાળ ખરવાને નિયંત્રિત કરી શકાય છે?
ડુંગળીના રસમાં કેટલાક એવા તત્વો હોય છે જે વાળમાં રહેલા ફંગલ અને બેક્ટેરિયાને મારી નાખે છે. તે આપણા વાળને વધારવામાં મદદ કરે છે અને વાળ ખરવાની સમસ્યાને પણ ઘટાડે છે. જો ડુંગળીનો રસ વાળમાં લગાવીને થોડો સમય મસાજ કરીએ તો આપણા માથામાં લોહીનો પ્રવાહ પણ ઠીક થવા લાગે છે. તે વાળને પોષણ આપે છે અને તેને મૂળથી મજબૂત પણ કરે છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તેનો કેવી રીતે ઉપયોગ કરવો.
આ રીતે વાપરો ડુંગળીનો રસ
ડુંગળીનો રસ અને નાળિયેર તેલ
નાળિયેર તેલ વાળને પોષણ આપે છે અને ડુંગળીનો રસ વાળને મજબૂત બનાવે છે. બંનેને એકસાથે લગાવવાથી વાળ નરમ થાય છે એટલું જ નહીં પણ ધીમે ધીમે વાળ ખરવાનું પણ ઓછું થાય છે.
ડુંગળીનો રસ અને મધ
મધમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળને નુકસાનથી બચાવે છે. તેને ડુંગળીના રસમાં ભેળવીને વાળ અને માથાની ચામડી પર લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે.
ડુંગળીનો રસ અને દહીં
દહીંમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે વાળને મજબૂત બનાવે છે. તેને ડુંગળીના રસમાં ભેળવીને માથાની ચામડી પર લગાવવાથી વાળ ખરવાની સમસ્યા ઘણી હદ સુધી દૂર થાય છે.
ડુંગળીનો રસ અને ઇંડા
ઈંડામાં બાયોટિન હોય છે જે વાળને સ્વસ્થ રાખે છે. તેને ડુંગળીના રસમાં ભેળવીને લગાવવાથી વાળનો ગ્રોથ બમણો થઈ શકે છે અને ખાસ વાત એ છે કે તેનાથી વાળ નેચરલી સિલ્કી પણ બનાવી શકો છો.
ડુંગળીનો રસ અને એલોવેરા
એલોવેરા વાળને સ્મૂધ કરે છે અને ડેન્ડ્રફને પણ અટકાવે છે. જો તેને ડુંગળીના રસમાં ભેળવીને વાળમાં લગાવશો તો ડેન્ડ્રફ ઘણી હદ સુધી દૂર થઇ જશે અને વાળ પહેલા કરતા વધુ સ્વસ્થ અને ચમકદાર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech